• IPL 2024માં વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે
  • ગુજરાત સામે 44 બોલમાં અણનમ 70 રન બનાવ્યા
  • કોહલી વિલ જેક્સ સાથે કરી 166 રનની ભાગીદારી

RCBના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ IPL 2024માં શાનદાર ઇનિંગ રમી હતી. તેણે ગુજરાત ટાઇટન્સ સામે 44 બોલમાં અણનમ 70 રન બનાવ્યા હતા. તેણે 6 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. કોહલીની IPL કારકિર્દીની આ 54મી ફિફ્ટી છે. તેણે વિલ જેક્સ સાથે બીજી વિકેટ માટે 166 રનની અતૂટ ભાગીદારી કરી અને આરસીબીને 9 વિકેટે જીત અપાવવામાં મદદ કરી. RCBએ 16 ઓવરમાં 201 રનના લક્ષ્યનો પીછો કર્યો હતો.

કોહલીએ પોતાની ફિફ્ટીની ઇનિંગ દ્વારા ત્રણ મજબૂત રેકોર્ડ બનાવ્યા. IPLમાં રન ચેઝ દરમિયાન સૌથી વધુ ફિફ્ટી પ્લસ સ્કોર બનાવનાર ખેલાડીઓની યાદીમાં તે બીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે ચેઝમાં 24 ફિફ્ટી પ્લસ ઇનિંગ્સ રમી છે. કોહલીએ શિખર ધવનને પાછળ છોડ્યો છે, જેના નામે 23 ફિફ્ટી છે.

IPL ચેઝમાં સૌથી વધુ 50 પ્લસ સ્કોર

  • 35 ડેવિડ વોર્નર
  • 24 વિરાટ કોહલી
  • 23 શિખર ધવન
  • 22 કેએલ રાહુલ
  • 20 ગૌતમ ગંભીર

IPL સિઝનમાં સૌથી વધુ 500 રન

IPL સિઝનમાં સૌથી વધુ વખત 500 પ્લસ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં કોહલી સંયુક્ત રીતે પ્રથમ ક્રમે છે. તેણે આવું 7 વખત કર્યું છે. કોહલી સિવાય ડેવિડ વોર્નરે પણ 7 વખત 500 પ્લસ રન કર્યા છે.

  • 7 - ડેવિડ વોર્નર
  • 7- વિરાટ કોહલી
  • 5- કેએલ રાહુલ
  • 5- શિખર ધવન
  • 3 - ક્રિસ ગેલ
  • 3- સુરેશ રૈના
  • 3 - ક્વિન્ટન ડી કોક

IPL ચેઝમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓ

કોહલીએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે IPL ચેઝમાં 3500 રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. તેના પછી વોર્નર (3284)નો નંબર આવે છે. 'હિટમેન'ના નામથી પ્રખ્યાત રોહિત (2926) ત્રીજા સ્થાને છે.

  • 3540 - વિરાટ કોહલી
  • 3284 - ડેવિડ વોર્નર
  • 2926 - રોહિત શર્મા
  • 2843 - શિખર ધવન
  • 2382 - રોબિન ઉથપ્પા

પ્લેઓફની આશા જીવંત

GT સામેની જીત બાદ આરસીબી પ્લેઓફની રેસમાં યથાવત છે. RCBના હાલમાં 10 મેચમાં 6 પોઈન્ટ છે અને તે પોઈન્ટ ટેબલમાં દસમા ક્રમે છે. જ્યારે ગુજરાત સાતમા નંબરે છે. તેને છઠ્ઠી હારનો સામનો કરવો પડ્યો છે.


  • Follow us on: