- રતન ટાટાએ ઈનામની જાહેરાત કરવાના દાવાને નકારી કાઢ્યા
- અફઘાનિસ્તાનની ટીમે પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું
- ફક્ત સત્તાવાર જાહેરાત પર વિશ્વાસ કરો- રતન ટાટા
અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાન અને રતન ટાટાને લઈને સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ મેસેજમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા રાશિદ ખાનને 10 કરોડ રૂપિયાનું ઈનામ આપશે, કારણ કે વર્લ્ડકપમાં પાકિસ્તાનની હાર બાદ અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાને ભારતનો તિરંગો ફરકાવ્યો હતો, જેના માટે રાશિદ ખાન પર ICCએ 55 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનની ટીમે પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું.
રતન ટાટાએ X પર પોસ્ટ કરી
હવે રતન ટાટાએ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર આ અંગે પ્રતિક્રિયા આપી છે. આ મેસેજનું ખંડન કરતાં રતન ટાટાએ લખ્યું કે મેં ICC કે કોઈપણ ક્રિકેટ ટીમના કોઈ ખેલાડીને ઈનામની જાહેરાત કરી નથી. તેણે કહ્યું કે મારે ક્રિકેટ સાથે કોઈ લેવાદેવા નથી.
ફક્ત સત્તાવાર જાહેરાત પર વિશ્વાસ કરો
રતન ટાટાએ વધુમાં જણાવ્યું હતું કે લોકોએ આવા વોટ્સએપ ફોરવર્ડ અને વિડિયો પર વિશ્વાસ ન કરવો જોઈએ સિવાય કે તેઓ તેમના કોમ્યુનિકેશનમાંથી સત્તાવાર ચેનલો દ્વારા શેર કરવામાં આવ્યા હોય. અગાઉ, રતન ટાટાએ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણની અફવાઓને ફગાવી દીધી હતી.
અફઘાનિસ્તાનનું વર્લ્ડકપ 2023માં પ્રદર્શન
અફઘાનિસ્તાને વર્લ્ડકપ 2023માં બીજો ઉલટફેર કરીને પાકિસ્તાન સામે શાનદાર જીત મેળવી હતી. આ જીત સાથે અફઘાનિસ્તાને પાકિસ્તાન સામે ODI ફોર્મેટમાં પ્રથમ જીત મેળવી હતી. અફઘાનિસ્તાન ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન પાકિસ્તાનને હરાવ્યું હતું.આ જીતથી અફઘાનિસ્તાન પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને પહોંચી ગયું છે આજે વર્લ્ડકપ 2023ની 30મી અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે પુણેમાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઇ રહી છે.