• દિલ્હી પ્રીમિયર લીગની મેચમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ થયો
  • RCBના બેટ્સમેન અનુજ રાવતે 11 સિક્સની મદદથી સદી ફટકારી
  • ઇસ્ટ દિલ્હીના ઓપનર્સે પુરાની દિલ્હીના બોલર્સની કરી ધોલાઇ

દિલ્હી પ્રીમિયર લીગમાં આજની મેચ દરમિયાન ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ જોવા મળ્યો હતો. ઇસ્ટ દિલ્હી તરફથી રમતા અનુજ રાવત અને સુજલ સિંહે બોલરોની કમર તોડી અને હંગામો મચાવ્યો. તેઓએ સાથે મળીને કંઈક એવું કર્યું જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી.

ઇસ્ટ દિલ્હીની ટીમે ખડક્યો રનોનો પહાડ

પ્રથમ બેટિંગ કરતા ઈસ્ટ દિલ્હી રાઈડર્સના બેટ્સમેનોએ ધમાકો સર્જ્યો હતો. RCB તરફથી રમતા અનુજ રાવતે હંગામો મચાવ્યો હતો અને પુરાની દિલ્હીના બોલરોની ધોલાઇ કરી હતી. તેની સાથે સુજલ સિંહ ક્રિઝ પર આવ્યો હતો અને તે બંને અંત સુધી અણનમ રહ્યા હતા.


ઇસ્ટ દિલ્હીના ઓપનર્સની તોફાની બેટિંગ

અનુજ રાવતનું બેટ જોરદાર બોલ્યું અને તેણે સિક્સરનો વરસાદ કર્યો. તેણે પુરાની દિલ્હીના કોઈપણ બોલરને છોડ્યો ન હતો. તેણે પોતાની તોફાની સદી પૂરી કરી અને અંત સુધી ટકી રહ્યો. તેની સાથે રમતા સુજલ સિંહ પણ પાછળ ન રહ્યા અને સદી ફટકારી. અનુજ રાવતે 66 બોલમાં 121 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે કુલ 11 સિક્સર અને 6 ફોર ફટકારી હતી. સુજલ સિંહે 57 બોલમાં 108 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેના બેટમાંથી 9 ગગનચૂંબી છગ્ગા અને 7 ચોગ્ગા જોવા મળ્યા. બંનેએ ટીમને 241/0ના સ્કોર સુધી પહોંચાડી હતી.


પૂરાની દિલ્હીની થઇ હાર

જવાબી ઇનિંગ્સમાં રમતા વંશ બેદીએ પુરાની દિલ્હી માટે હંગામો મચાવ્યો હતો પરંતુ તે પોતાની સદી ચૂકી ગયો હતો. તેના બેટમાંથી પણ 11 છગ્ગા અને 4 ચોગ્ગા આવ્યા હતા. તે 41 બોલમાં 96 રન બનાવીને આઉટ થયો હતો. ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમતા અર્ણવ બગ્ગાએ પણ 28 રનની ઈનિંગ રમી હતી. પુરાની દિલ્હીએ પ્રયાસ પૂરો કર્યો પરંતુ 8 વિકેટે 215 રન સુધી પહોંચી શકી અને મેચ હારી ગઈ.

  • Follow us on: