- ત્રીજી T20માં ભારતે શ્રીલંકાને સુપર ઓવરમાં હરાવ્યું
- રિંકુ સિંહે 19મી ઓવરમાં ભારતને મેચમાં વાપસી કરાવી
- ગૌતમ ગંભીર રિંકુની બોલિંગથી ખૂબ જ ખુશ દેખાયો હતો
શ્રીલંકા સામેની સિરીઝની ત્રીજી T20માં રિંકુ સિંહે 2 વિકેટ લઈને ટીમ ઈન્ડિયાની મેચમાં વાપસી કરાવી હતી. રિંકુ સિંહે ઇનિંગની 19મી ઓવર ફેંકી હતી. રિંકુએ આ મેચ દ્વારા T20 ઈન્ટરનેશનલમાં બોલિંગમાં ડેબ્યૂ કર્યું હતું. હેડ કોચ ગૌતમ ગંભીર રિંકુની બોલિંગથી ખૂબ જ ખુશ દેખાયો હતો. રિંકુએ વિકેટ લેતા જ ગંભીર દેખાતા હેડ કોચ ગૌતમ ગંભીરના ચહેરા પર સ્મિત આવી ગયું હતું. ગંભીરની આ પ્રતિક્રિયા ઝડપથી વાયરલ થઈ રહી છે.
રિંકુએ મેચની દિશા બદલી
કેપ્ટન સૂર્યકુમાર યાદવે ઇનિંગની 19મી ઓવરની જવાબદારી રિંકુ સિંહને સોંપી હતી. જ્યારે રિંકુ બોલિંગ કરવા આવ્યો ત્યારે શ્રીલંકાને જીતવા માટે 2 ઓવરમાં માત્ર 09 રન બનાવવા હતા. રિંકુની ઓવર શરૂ થાય તે પહેલા એવું લાગતું હતું કે શ્રીલંકા આસાનીથી જીતી જશે, પરંતુ તેણે મેચની દિશા બદલી નાખી હતી. રિંકુએ પોતાની ઓવરમાં માત્ર 03 રન આપીને 2 વિકેટ પણ લીધી હતી.
રિંકુની ઓવરનો પહેલો બોલ ડોટ હતો. ત્યારબાદ બીજા જ બોલ પર તેણે કુસલ પરેરાને કેચ આઉટ કરાવ્યો હતો. રિંકુએ વિકેટ લેતા જ ગંભીરના ચહેરા પર અદ્ભુત સ્મિત જોવા મળ્યું હતું. ગંભીરની આ પ્રતિક્રિયા ઝડપથી વાયરલ થઈ રહી છે.
ત્રીજી T20 સુપર ઓવરમાં પહોંચી
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ત્રીજી T20 મેચ સુપર ઓવરમાં પહોંચી હતી. સુપર ઓવરમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો.આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 137/9 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકા 137/8 રન જ બનાવી શકી અને મેચ ટાઈ થઈ ગઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે સુપર ઓવર રમાઈ હતી. સુપર ઓવરમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરીને માત્ર 02 રન બનાવ્યા હતા. ત્યારબાદ સુપર ઓવરમાં ટીમ ઈન્ડિયા રનનો પીછો કરવા ઉતરી અને પહેલા બોલ પર ચોગ્ગો ફટકારીને જીત મેળવી હતી.