• ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સાથે રમાયેલી T20 શ્રેણીમાં રિંકુ સિંહે શાનદાર પ્રદર્શન

  • રિંકુ સિંહે પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં પણ જાળવી રાખી
  • રણજી ટ્રોફીમાં રિંકુ સિંહનો ચાલ્યો બલ્લો

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સાથે રમાયેલી T20 શ્રેણીમાં રિંકુ સિંહે શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું. દક્ષિણ આફ્રિકા ગયા પછી પણ રિંકુની રમવાની સ્ટાઈલ એવી જ રહી. હવે રિંકુ સિંહ રણજી ટ્રોફીમાં ધૂમ મચાવી રહ્યો છે. રણજી ટ્રોફીમાં યુપી અને કેરળ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં રિંકુ સિંહે યુપી તરફથી બેટિંગ કરતા શાનદાર ઇનિંગ રમી હતી. જે બાદ યુપીની ટીમ પ્રથમ દિવસે કેરળ પર હાવી થઇ ગઇ હતી.

રિંકુએ 92 રનની ઇનિંગ રમી

પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં યુપીએ 5 વિકેટ ગુમાવીને 244 રન બનાવ્યા હતા. આ દરમિયાન યુપી તરફથી બેટિંગ કરતી વખતે રિંકુ સિંહ 71 રન બનાવીને અણનમ રહ્યો હતો. યુપીની ત્રણ વિકેટ વહેલી ગુમાવ્યા બાદ, રિંકુ સિંહે માત્ર દાવને સંભાળ્યો જ નહીં પરંતુ પ્રથમ દિવસે પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં પણ જાળવી રાખી હતી. રિંકુ ઉપરાંત ધ્રુવ જુરેલે પણ શાનદાર બેટિંગ કરી હતી. પ્રથમ દિવસે ધ્રુવ જુરેલ 54 રન બનાવીને અણનમ રહ્યો હતો.

રિંકુ સિંહની તોફાની બેટીંગ

રિંકુએ પોતાની શાનદાર ઇનિંગ્સથી સાબિત કરી દીધું કે તે હવે ટેસ્ટ ક્રિકેટમાં પણ રમવા માટે તૈયાર છે. રિંકુ પહેલા દિવસે ખૂબ જ સમજદારી સાથે રમતો જોવા મળ્યો હતો. બીજા દિવસે રિંકુ સિંહ 92 રન બનાવીને આઉટ થયો હતો. પોતાની ઇનિંગ દરમિયાન રિંકુએ 8 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. યુપીનો પ્રથમ દાવ 302 રન પર સમાપ્ત થયો હતો.

ટેસ્ટ ટીમ માટે દાવો મજબુત કર્યો

રણજી ટ્રોફી 2024 ની તેની પ્રથમ મેચમાં, રિંકુ સિંહે વિસ્ફોટક ઇનિંગ્સ રમીને પસંદગીકારોનું ધ્યાન આકર્ષિત કર્યું છે અને ટેસ્ટ ટીમ માટે પોતાનો દાવો દાવમાં લીધો છે. રિંકુ 5 અને 6 નંબર પર બેટિંગ કરી શકે છે. જ્યારે ODI અને T20માં રિંકુ સિંહે ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કરીને પોતાને એક મજબૂત ફિનિશર સાબિત કર્યો. હવે આશા છે કે રિંકુ સિંહને આગામી ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.

  • Follow us on: