- વોશિંગ્ટન સુંદર અને તિલક વર્માની એન્ટ્રી પણ થઈ
- અર્શદીપ સિંહ અને યશ દયાળને પણ બંને મેચ માટે કરાયા પસંદ
- બીજી મેચ 24 જાન્યુઆરી અને ત્રીજી મેચ 1 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે
ભારત અને અફઘાનિસ્તાનની વચ્ચે 25 જાન્યુઆરીથી ટેસ્ટ સીરીઝ શરૂ થવાની છે. ક્રિકેટ ફેન્સ તેની રાહ જોઈ રહ્યા છે અને દિવસો ગણી રહ્યા છે. સીરીઝને લઈને ઘણી ઉત્સુકતા છે કેમકે આ વખતે બંને ટીમની વચ્ચે 5 ટેસ્ટ મેચ રમાશે, સીરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ ભારત પહોંચવાની છે જ્યારે ટીમ ઈન્ડિયા પણ જલ્દી ટ્રેનિંગ કેમ્પ શરૂ કરશે. આ બધાની વચ્ચે એવા સમાચાર આવી રહ્યા છે કે રિંકુ સિંહ પણ ઈંગ્લેન્ડની ટીમની સામે રમતા જોવા મળશે અને સાથે બીસીસીઆઈએ તેની જાહેરાત પણ કરી છે. રિંકુની આ એન્ટ્રી ઈન્ડિયા એ ટીમમાં થઈ છે.
25 જાન્યુઆરીથી ટેસ્ટ સીરીઝ શરૂ
હૈદરાબાદમાં 25 જાન્યુઆરીથી ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે પહેલી ટેસ્ટ મેચ શરૂ થશે. આ સાથે સીરીઝની સાથે સાથે ભારત અને ઈંગ્લેન્ડની ટીમની વચ્ચે એક વધુ સીરીઝ ચાલશે. ઈન્ડિયા એ અને ઈંગ્લેન્ડ લાયન્સની વચ્ચે અનઓફિશિયલ ટેસ્ટ મેચની સીરીઝ રમાઈ રહી છે જેની પહેલી મેચ 17 જાન્યુઆરીએ અમદાવાદમાં શરૂ થઈ હતી. આ સીરીઝની 2 મેચ રમાશે અને સાથે બીસીસીઆઈએ સ્ક્વોડની જાહેરાત પણ કરી છે.
રિંકુને મળી એક મેચ માટે એન્ટ્રી
બીસીસીઆઈની મેન્સ સીનિયર સિલેક્શન કમિટીએ સીરીઝને માટે બીજી અને ત્રીજી મેચ માટે શુક્રવારે 19 જાન્યુઆરીએ સ્ક્વોડની જાહેરાત કરી છે. આ બંને મેચમાં ટીમની કમાન અભિમન્યુ ઈશ્વરનના હાથમાં રહેશે,પરંતુ કેટલાક અન્ય ખેલાડીની આ સીરીઝમાં એન્ટ્રી થઈ છે. તેમાં સૌથી જાણીતું નામ રિંકુ સિંહનું છે. ટીમ ઈન્ડિયાના આ વિસ્ફોટક બેટ્સમેનને ત્રીજી મેચ માટે ટીમમાં સામેલ કરાયો છે. અફઘાનિસ્તાનની સામે ટી20 સીરીઝમાં દમદાર પ્રદર્શન બાદ રિંકુ હાલમાં યૂપીની ટીમની સાથે છે. અહીં તે રણજી ટ્રોફી મેચ રમી રહ્યો છે.
આ ખેલાડીઓને પણ મળશે ચાન્સ
રિંકુ સિવાય આ ટીમમાં વોશિંગ્ટન સુંદર અને તિલક વર્માની પણ એન્ટ્રી થઈ છે. સુંદર અને તિલક બંને મેચ માટે હાજર રહેશે. અર્શદીપ સિંહ અને યશ દયાળને પણ આ બંને મેચમાં પસંદ કરાયા છે. તો આ સિવાય વિકેટ કીપર કુમાર કુશાગ્ર અને ઉપેન્દ્ર યાદવને સ્ક્વોડમાં સામેલ કરાયા છે કેમકે ધ્રુવ જુરેલ અને કેએસ ભરત ટેસ્ટ સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની સાથે જોડાશે. બીજી મેચ 24 જાન્યુઆરીથી અને ત્રીજી મેચ 1 ફેબ્રુઆરીથી અમદાવાદમાં જ શરૂ થશે.
આ ખેલાડીઓની નો-એન્ટ્રી
ક્રિકેટમાંથી બ્રેક પર ચાલી રહેલા ઈશાન કિશનને આ સીરીઝમાં ચાન્સ મળ્યો નથી. તે સાઉથ આફ્રિકાના પ્રવાસ સમયે માનસિક થાકને લઈને ટેસ્ટ સીરીઝથી બહાર થયા હતા. આ પછી તે ટીમથી બહાર છે. કોચ દ્રવિડે અફઘાનિસ્તાન સીરીઝ પહેલા કહ્યું કે ઈશાને પોતાને સિલેક્શનને માટે હાજર ગણ્યા નથી. દ્વવિડે કહ્યું કે ઈશાને સતત 2 રણજી મેચમાં પહોંચ્યા નથી. હવે તેમને ઈન્ડિયા એ ટીમમાં પણ પસંદ કરાયા નથી.
જાણો બીજી અને ત્રીજી મેચ માટેની ટીમ ઈન્ડિયાની સ્ક્વોડ
બીજી મેચ
અભિમન્યુ ઈશ્વરન(કેપ્ટન), સાંઈ સુદર્શન, રજત પાટીદાર, સરફરાઝ ખાન, તિલક વર્મા, કુમાર કુશાગ્ર, વોશિંગ્ટન સુંદર, સૌરભ કુમાર, અર્શદીપ સિંહ, તુષાર દેશપાંડે, વિદ્વત કવેરપ્પા, ઉપેન્દ્ર યાદવ અને યશ દયાળ.
ત્રીજી મેચ
અભિમન્યુ ઈશ્વરન(કેપ્ટન), સાંઈ સુદર્શન, રજત પાટીદાર, તિલક વર્મા, કુમાર કુશાગ્ર, વોશિંગ્ટન સુંદર, શમ્સ મુલાની, અર્શદીપ સિંહ, તુષાર દેશપાંડે, વિદ્વત કવેરપ્પા, ઉપેન્દ્ર યાદવ, આકાશ દયાળ અને યશ દયાળ.