- રિષભ પંતે IPL 2024માં શાનદાર વાપસી કરી
- 13 મેચમાં 155ના સ્ટ્રાઈક રેટથી 446 રન બનાવ્યા
- રિષભ પંતે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી
ચાહકોએ ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને લગભગ 14 મહિના પછી ક્રિકેટના મેદાન પર જોયો. પંતે IPL 2024માં શાનદાર વાપસી કરી હતી. ભલે દિલ્હી કેપિટલ્સ ટીમ પ્લેઓફમાં જગ્યા ન બનાવી શકી પરંતુ પંતે પોતાની શાનદાર બેટિંગથી ચાહકોના દિલ જીતી લીધા. હવે પંત યુટ્યુબ ચેનલ પર પોતાનો હાથ અજમાવી રહ્યો છે. કેટલાક અન્ય ક્રિકેટરોની જેમ હવે પંત પણ યુટ્યુબ પર ચાહકોના સવાલોના જવાબ આપતા જોવા મળશે. પંતે હવે ચાહકોને સવાલ પૂછવાની તક આપી છે. પંતે સોશિયલ મીડિયા પર આ અંગે એક પોસ્ટ પણ શેર કરી છે. જે બાદ હવે તમે પંતને પ્રશ્નો પણ પૂછી શકો છો.
પંતે પોતાનો જીમેલ જાહેર કર્યો
રિષભ પંતે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. જેમાં પંતે પોતાનું જીમેલ પણ શેર કર્યું છે. આ સ્ટોરી પર પંતે લખ્યું કે તમે મને તમારા પ્રશ્નો અહીં મોકલી શકો છો. જેનો જવાબ હું મારી યુટ્યુબ ચેનલ પર જલ્દી આપવાનો પ્રયત્ન કરીશ. જે પછી હવે ચાહકો પંતને તેમના જીમેલ પર તેમના પ્રશ્નો મોકલી શકે છે, જેના જવાબ પંત યુટ્યુબ પર આપતા જોવા મળશે. પંત પહેલા પણ ઘણા પૂર્વ ક્રિકેટરો પોતાની યુટ્યુબ ચેનલ ચલાવતા હતા. જ્યાં તે ફેન્સના સવાલોના જવાબ આપતો જોવા મળે છે.

IPL 2024માં DC અને પંતનું પ્રદર્શન
IPL 2024માં દિલ્હી કેપિટલ્સે 14 મેચ રમી હતી. જેમાંથી ટીમે 7માં જીત અને 7માં હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીની ટીમ પ્લેઓફમાં ન પહોંચી શકી પરંતુ રિષભ પંતે પોતાના પ્રદર્શનથી ચાહકોનું દિલ ચોક્કસપણે જીતી લીધું. આ સિઝનમાં પંતે 13 મેચમાં 155ના સ્ટ્રાઈક રેટથી 446 રન બનાવ્યા છે. આ દરમિયાન પંતના બેટમાંથી 36 ફોર અને 25 સિકસ આવ્યા હતા. આ શાનદાર પ્રદર્શનના કારણે પંતની T20 વર્લ્ડકપ 2024 માટે ટીમ ઈન્ડિયામાં પણ પસંદગી કરવામાં આવી છે. હવે પંત T20 વર્લ્ડકપમાં રમતો જોવા મળશે.