• ODI વર્લ્ડ કપ 2023 યુવરાજનો અભિપ્રાય
  • BCCI પાસે અનોખી માગ પણ કરી છે
  • યુવરાજે કહ્યું છે રોહિત સારો કેપ્ટન છે

પૂર્વ ભારતીય બેટ્સમેન યુવરાજ સિંહે ODI વર્લ્ડ કપ 2023 પહેલા રોહિત શર્માની કેપ્ટનશિપ વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે રોહિત શર્મા સારો કેપ્ટન છે. પરંતુ સારા કેપ્ટન જ નહી સારા કેપ્ટના પાસે સારા ખેલાડીઓ હોવા પણ જરુરી છે.

ODI વર્લ્ડ કપ 2023 શરૂ થવામાં હવે માત્ર 2 મહિનાથી પણ ઓછો સમય બાકી છે. આ વખતે વર્લ્ડ કપ ભારતની યજમાનીમાં રમાવાનો છે. વર્લ્ડ કપ પહેલા નિષ્ણાંતો અને પૂર્વ ક્રિકેટરોએ પોતાના અભિપ્રાય આપવાનું શરૂ કરી દીધું છે. આમાં યુવરાજ સિંહ પણ સામેલ છે. 2011ના વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ બનેલા યુવરાજે ભારતના કેપ્ટન રોહિત શર્મા વિશે વાત કરી અને BCCI પાસે અનોખી માગ પણ કરી છે.

રોહિત શર્મા સારો કેપ્ટન છે

ઈન્દ્રનીલ બાસુ સાથે વાત કરતા યુવરાજ સિંહે કહ્યું કે રોહિત શર્મા સારો કેપ્ટન છે, પરંતુ તમારે તેને સારી ટીમ આપવી પડશે. યુવરાજે 2011માં ભારતને વર્લ્ડકપ અપાવનાર કેપ્ટન વિશે કહ્યું કે ધોની એક સારો કેપ્ટન પણ હતા, પરંતુ તેમની પાસે અનુભવી ખેલાડીઓની સાથે સારી ટીમ પણ હતી. 2011ના વર્લ્ડ કપમાં સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, ઝહીર ખાન અને હરભજન સિંહ જેવા ઘણા સ્ટાર ખેલાડીઓ હતા.

અનુભવી ખેલાડીઓ છે ટીમમાં

જો કે, હાલમાં ટીમ ઈન્ડિયા પાસે મોહમ્મદ શમી, કેએલ રાહુલ અને જસપ્રિત બુમરાહ જેવા કેટલાક ખેલાડીઓ છે, જે 2019ના વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હતા. આ સિવાય ટીમમાં એવા ઘણા યુવા ખેલાડીઓ છે જે એકલા હાથે મેચ જીતવાની ક્ષમતા ધરાવે છે. જોકે ભારતીય ટીમ છેલ્લા કેટલાક સમયથી કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ અને શ્રેયસ જેવા ખેલાડીઓ વિના રમી રહી છે. આ ખેલાડીઓ ઈજાના કારણે ટીમની બહાર છે. જો કે વર્લ્ડ કપ સુધી તેની વાપસીની અટકળો લગાવવામાં આવી રહી છે.

રોહિત શર્માની કેપ્ટનશિપની પ્રશંસા કરતા યુવરાજે કહ્યું, “મને લાગે છે કે રોહિત ઘણો સારો કેપ્ટન બની ગયો છે કારણ કે તેણે IPLમાં લાંબા સમય સુધી મુંબઈની કેપ્ટનશીપ કરી છે. તે પ્રેશર હેઠળ ખૂબ જ સમજદાર વ્યક્તિ છે. તમારે એક સમજદાર કેપ્ટનને સારી ટીમ આપવાની જરૂર છે જે અનુભવી પણ હોય. એમએસ ધોની એક સારો કેપ્ટન હતા, પરંતુ તેને સારી ટીમ પણ મળી?

  • Follow us on: