• સુપર-8માં ભારત અને બાંગ્લાદેશ સામે મેચ
  • રોહિત શર્માએ 11 બોલમાં 23 રનની ઇનિંગ રમી
  • આ મેચમાં રોહિત શર્માએ બનાવ્યા ખાસ રેકોર્ડ

ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડકપ 2024ના સુપર-8 રાઉન્ડમાં બાંગ્લાદેશ સામે તેની બીજી મેચ રમી રહી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ એન્ટીગુઆના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જ્યાં ટીમ ઈન્ડિયા ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરી રહી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આ મેચમાં ઘણી સારી ઈનિંગ રમી છે. આ ઇનિંગ દરમિયાન રોહિત શર્માએ ક્રિસ ગેલનો મોટો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો.

રોહિત શર્માએ બનાવ્યો આ મોટો રેકોર્ડ

આ મેચમાં રોહિત શર્માએ 11 બોલમાં 23 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન રોહિત શર્માએ 3 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. આ સાથે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બાંગ્લાદેશની ટીમ સામે 50 સિકસર ફટકારી છે. રોહિતે અત્યાર સુધી 6 અલગ-અલગ ટીમો સામે 50 આંતરરાષ્ટ્રીય સિક્સર ફટકારી છે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 6 અલગ-અલગ ટીમો સામે 50 સિક્સર મારનાર પ્રથમ બેટ્સમેન પણ બની ગયો છે. તેણે ક્રિસ ગેલને પાછળ છોડી દીધો છે. ક્રિસ ગેલે 5 અલગ-અલગ ટીમો સામે આ સિદ્ધિ મેળવી હતી.

એક ટીમ સામે 50 કે તેથી વધુ સિક્સર મારનાર ખેલાડીઓ

  • 6 ટીમો સામે - રોહિત શર્મા
  • 5 ટીમો સામે - ક્રિસ ગેલ
  • 3 ટીમો સામે - શાહિદ આફ્રિદી
  • 3 ટીમો સામે - એમએસ ધોની
  • 3 ટીમો સામે - બ્રેન્ડન મેક્કુલમ

  • Follow us on: