• સુપર-8માં બાંગ્લાદેશ અને ભારત વચ્ચે મેચ રમાઈ રહી છે
  • ભારતે પ્રથમ બેટિંગ કરતા 196 રન બનાવ્યા હતા
  • આ મેચમાં ભારતીય બેટ્સમેનોએ 17 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

એન્ટિગુઆના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશની ટીમો વચ્ચે સુપર-8 રાઉન્ડની મેચ રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને મોટો સ્કોર બોર્ડ પર લગાવ્યો હતો. આ દરમિયાન ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય બેટ્સમેનોએ આ મેચમાં 17 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો અને એક એવું કારનામું કર્યું જે તેઓ આ પહેલા વર્લ્ડ કપમાં ક્યારેય કરી શક્યા ન હતા.

ટીમ ઈન્ડિયાએ તોડ્યો 17 વર્ષ જૂનો રેકોર્ડ

ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ આ મેચમાં શાનદાર બેટિંગ કરી અને 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 196 રન બનાવ્યા. ભારતીય ટીમની આ ઇનિંગમાં કુલ 13 સિક્સર જોવા મળી હતી. T20 વર્લ્ડકપના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે ટીમ ઈન્ડિયાએ એક મેચમાં આટલી બધી સિક્સર ફટકારી હોય. આ પહેલા ભારતીય ટીમે 2007 T20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી મેચમાં 11 સિક્સર ફટકારી હતી. પરંતુ હવે આ રેકોર્ડ તૂટી ગયો છે.

વર્લ્ડ કપની એક ઇનિંગમાં ટીમ ઇન્ડિયા દ્વારા સૌથી વધુ સિક્સર

  • 13 સિક્સર - વિ બાંગ્લાદેશ, એન્ટિગુઆ, 2024
  • 11 સિક્સર - વિ ઇંગ્લેન્ડ, ડરબન, 2007
  • 10 સિક્સર - વિ ઓસ્ટ્રેલિયા, ડરબન, 2007
  • 10 સિક્સર - વિ અફઘાનિસ્તાન, અબુ ધાબી, 2021

T20 વર્લ્ડકપનો આ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપમાં 11મી વખત 180+ રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડકપમાં સૌથી વધુ 180+ રન બનાવનારી ટીમ પણ બની ગઈ છે. ભારતીય ટીમે આ યાદીમાં ઈંગ્લેન્ડને પાછળ છોડી દીધું છે. ઈંગ્લેન્ડે T20 વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં 10 વખત 180+ રન બનાવ્યા છે.

T20 વર્લ્ડકપમાં સૌથી વધુ વખત 180+ સ્કોર કરનાર ટીમો

  • 11 વખત - ભારત
  • 10 વખત - ઈંગ્લેન્ડ
  • 9 વખત - સાઉથ આફ્રિકા
  • 8 વખત - પાકિસ્તાન

  • Follow us on: