- ક્રિકેટના મહાકુંભમાં ભારતીય ટીમનો વિજયરથ ચાલુ
- આ સ્ટાર ખેલાડીઓ તેમની પ્રાઇવેટ લાઇફને ચર્ચામાં
- આ છે શુભમન ગિલ સહિતના ખેલાડીઓની કથિત ગર્લફ્રેન્ડસ
ક્રિકેટનો મહાકુંભ એટલે કે T20 વર્લ્ડકપ ચાલી રહ્યો છે. ક્રિકેટના મહાકુંભમાં ભારતીય ટીમનો વિજયરથ આગળ વધી રહ્યો છે. ક્રિકેટ ઉપરાંત આ સ્ટાર ખેલાડીઓ તેમની પ્રાઇવેટ લાઇફ અને સબંધોને લઇ ચર્ચામાં રહે છે. શુભમન ગિલ સહિતના ખેલાડીઓની કથિત ગર્લફ્રેન્ડસને લઇ અટકળો લગાવવામાં આવતી હોય છે.
શુભમન ગિલ – સારા તેંડુલકર
શુભમન ગિલ અને સારા તેંડુલકર વચ્ચેના સંબંધોના સમાચારોએ ઘણી હેડલાઇન્સ બનાવી છે. જો કે આમાં કેટલું સત્ય છે તે હજુ બહાર આવ્યું નથી. વાસ્તવમાં, બંને કપલે અત્યાર સુધી તેમના સંબંધો વિશે ક્યારેય કંઈ કહ્યું નથી. આથી અટકળોના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.

પૃથ્વી શો અને નિધિ તાપડિયા
ભારતીય ક્રિકેટર પૃથ્વી શો લાંબા સમયથી રાષ્ટ્રીય ટીમનો ભાગ નથી. જોકે, આ ખેલાડી મેદાનની બહારના વિવાદોને કારણે હેડલાઇન્સમાં રહે છે. એવું પણ માનવામાં આવે છે કે પૃથ્વી શો નિધિ તાપડિયા સાથે રિલેશનશિપમાં છે.

કિશન – અદિતિ
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનની ગર્લફ્રેન્ડનું નામ અદિતિ હુડ્ડા છે. અદિતિ હુડિન્યા એક પ્રખ્યાત ઇન્સ્ટાગ્રામર છે.

રિષભ પંત-ઈશા નેગી
કહેવાય છે કે રિષભ પંત અને ઈશા નેગી એકબીજાને ડેટ કરી રહ્યા છે. વાસ્તવમાં બંનેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

જયસ્વાલ-મેડી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય ટીમના ઉભરતા ઓપનર યશસ્વી જયસ્વાલની ગર્લફ્રેન્ડનું નામ મેડી હેમિલ્ટન છે. મેડી હેમિલ્ટન યુનાઇટેડ કિંગડમની રહેવાસી છે. જો કે આ બાબતોમાં કેટલી સત્યતા છે તેની કોઈ સત્તાવાર માહિતી નથી.
