- સુપર 8માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ રહી છે
- બાંગ્લાદેશના સ્ટાર ખેલાડી શાકિબ હસને રચ્યો ઈતિહાસ
- T20 વર્લ્ડકપમાં પોતાની 50 વિકેટ પૂરી કરી હતી
આજે સુપર 8માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં બાંગ્લાદેશના સ્ટાર ખેલાડી શાકિબ અલ હસને ઈતિહાસ રચ્યો છે. તેના પહેલા કોઈ પણ ખેલાડી T20 વર્લ્ડકપમાં આ સિદ્ધિ હાંસલ કરી શક્યો નથી. શાકિબે રોહિત શર્માને આઉટ કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે.
શાકિબ ઉલ હસને રચ્યો ઈતિહાસ
ભારત સામેની મેચમાં ઉતરતા પહેલા તેણે T20 વર્લ્ડકપમાં 41 મેચમાં 49 વિકેટ પોતાના નામે કરી હતી. આ મેચમાં તેણે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને આઉટ કરીને T20 વર્લ્ડકપમાં પોતાની 50 વિકેટ પૂરી કરી હતી. તેના પહેલા કોઈ ખેલાડી આ સિદ્ધિ હાંસલ કરી શક્યો નથી. આ યાદીમાં પાકિસ્તાનનો શાહિદ આફ્રિદી બીજા સ્થાને છે. તેણે 34 મેચમાં 39 વિકેટ લીધી છે. આ પછી ત્રીજા નંબર પર શ્રીલંકાના મહાન ફાસ્ટ બોલર લસિથ મલિંગા છે. મલિંગાએ 31 મેચમાં 38 વિકેટ લીધી છે. આ યાદીમાં શ્રીલંકાના સ્પિનર હસરંગા ચોથા નંબર પર છે. તેણે 19 મેચમાં 37 વિકેટ લીધી છે. જ્યારે સઈદ અજમલ પાંચમા સ્થાને છે. તેણે 36 વિકેટ લીધી છે.
બાંગ્લાદેશે ટીમમાં ફેરફાર કર્યા છે
આ પહેલા ટોસ જીત્યા બાદ બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. બાંગ્લાદેશે આજે તેની પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કર્યો છે. જ્યારે ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.
બંને દેશોની પ્લેઈંગ ઈલેવન
ટીમ ઈન્ડિયા: રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ.
બાંગ્લાદેશ: તન્ઝીદ હસન, લિટન દાસ (વિકેટકીપર), નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), તૌહીદ હ્રિદોય, શાકિબ અલ હસન, મહમુદુલ્લાહ, ઝેકર અલી, રિશાદ હુસૈન, મેહિદી હસન, તનઝીમ હસન શાકિબ, મુસ્તફિઝુર રહેમાન.