- રોહિત શર્માએ દીકરી સમાયરાનો જન્મદિવસ સ્પેશિયલ બનાવ્યો
- રિતિકાએ પુત્રી સમાયરાનો જન્મદિવસ ઉજવતો વીડિયો શેર કર્યો
- રોહિત શર્મા અને રિતિકા સજદેહના લગ્ન 2015માં થયા હતા
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. અહીં ટીમ ઈન્ડિયાને ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારને કારણે રોહિતની ટીકા પણ થઈ હતી. રોહિતની સાથે તેનો પરિવાર પણ સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયો છે. હાલમાં જ રોહિતનો એક વીડિયો સામે આવ્યો છે. આમાં તે પોતાની પુત્રી સમાયરાનો જન્મદિવસ ઉજવતો જોવા મળી રહ્યો છે. રોહિતે સમાયરાનો જન્મદિવસ ખૂબ જ ખાસ રીતે ઉજવ્યો.
જન્મદિવસ બનાવ્યો સ્પેશિયલ
વાસ્તવમાં રિતિકાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં રોહિત, રિતિકા અને સમાયરા જોવા મળે છે. તેની સાથે અન્ય લોકો પણ છે. રોહિત અને રિતિકાએ સમાયરાનો જન્મદિવસ ખૂબ જ ખાસ રીતે ઉજવવામાં આવ્યો હતો. તેઓ એક પાર્કમાં જોવા મળે છે. તેમાં બાળકોને રમવા માટે ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવી છે. સમાયરા પણ ટોય ટ્રેનમાં બેઠેલી જોવા મળે છે. રોહિતે સમાયરાને તેના જન્મદિવસ પર એક ખાસ સરપ્રાઈઝ આપી છે. સમાચાર લખ્યા ત્યાં સુધી ઈન્સ્ટાગ્રામ પર લગભગ 7 લાખ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. ઘણા ચાહકોએ કોમેન્ટ પણ કરી છે.
રોહિત શર્મા અને રિતિકાના લગ્ન 2015માં થયા હતા. સમાયરાનો જન્મ 2018માં થયો હતો. તેણી હવે પાંચ વર્ષની છે. રિતિકા ઘણીવાર સમાયરા અને રોહિત સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. રિતિકાને ઈન્સ્ટાગ્રામ પર 2.5 મિલિયન લોકો ફોલો કરે છે.
ભારતની કારમી હાર
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સીરીઝની બીજી મેચ 3 જાન્યુઆરીએ રમાશે. આ મેચ કેપટાઉનમાં રમાશે. રોહિત શર્મા નવી રણનીતિ સાથે આ મેચમાં ઉતરશે. ટીમ ઈન્ડિયાને છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.