- રોહિત શર્મા IPLના ઈતિહાસમાં સૌથી સફળ કેપ્ટન
- લોકોએ તેને હિટમેન તરીકે હુલામણું નામ આપ્યું
- રોહિત શર્માનું બાળપણ સંઘર્ષભર્યું રહ્યું
રોહિત શર્મા IPLના ઈતિહાસમાં સૌથી સફળ કેપ્ટન છે. લોકોએ તેમને હિટમેન તરીકે હુલામણું નામ આપ્યું છે. રોહિત ત્રણ વન-ડે બેવડી સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન છે. રોહિતનો જન્મ મહારાષ્ટ્રના નાગપુરમાં થયો હતો. તેમના પિતાના આર્થિક સંઘર્ષને કારણે, તેમને બોરીવલી મોકલવામાં આવ્યા, જ્યાં તેઓ તેમના દાદા-દાદી અને કાકાઓ સાથે રહેતા હતા. રોહિતના બાળપણના કોચ દિનેશ લાડે તેની સફરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ગુરૂનાથ શર્મા
રોહિત શર્માનો જન્મ મહારાષ્ટ્રના નાગપુરમાં 30 એપ્રિલ 1987ના રોજ ગુરૂનાથ શર્મા અને પૂર્ણિમા શર્માને ત્યાં થયો હતો. તેમના પિતા ગુરૂનાથ શર્મા એક ટ્રાન્સપોર્ટ ફર્મ સ્ટોરહાઉસના કેરટેકર હતા. ગુરૂનાથ અને તેનો પરિવાર ડોમ્બિવલી વિસ્તારમાં એક રૂમના મકાનમાં રહેતા હતા.

પૂર્ણિમાં શર્મા
રોહિત શર્માની માતા પૂર્ણિમા શર્મા વિશાખાપટ્ટનમના છે. તેઓ એક ગૃહિણી છે. પૂર્ણિમા શર્માએ તેમના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ક્રિકેટ વર્લ્ડકપ 2015માં બાંગ્લાદેશ સામે રોહિતની 137 રનની ઇનિંગ પર તેમને ખૂબ જ ગર્વ છે. રોહિતે તેનું મોટાભાગનું બાળપણ રમતમાં વિતાવ્યું હતું.

વિશાલ શર્મા
ઘણા ચાહકો જાણતા હશે કે રોહિત શર્માને વિશાલ શર્મા નામનો એક નાનો ભાઈ છે. રોહિતે તેના પરિવારને સારી રીતે સપોર્ટ કર્યો છે. તેના એક ઈન્ટરવ્યુમાં વિશાલે ખુલાસો કર્યો હતો કે રોહિતે તેને નોકરી છોડીને ભારત અને સિંગાપોરમાં રોહિત શર્મા ક્રિકેટ એકેડમીનું સંચાલન કરવા કહ્યું હતું.

રિતિકા સજદેહ
રોહિત શર્માએ રિતિકા સજદેહ સાથે લગ્ન કર્યા છે. રોહિતનો પરિચય પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહની રાખી બહેન રિતિકા સાથે થયા બાદ 2008માં બંનેની મુલાકાત થઈ હતી. રિતિકાએ તેના પિતરાઈ ભાઈ બંટી સજદેહની કંપની કોર્નરસ્ટોનમાં કામ કરવાનું શરૂ કર્યું. રોહિત સાથે તેની મુલાકાત પહેલા મિત્રતામાં અને પછી પ્રેમમાં બદલાઈ ગઈ હતી. 6 વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી દંપતીએ વર્ષ 2015માં લગ્ન કર્યાં.

સમાયરા શર્મા
રોહતની પત્ની રિતિકા સજદેહે ડિસેમ્બર 2018માં સમાયરા શર્માને જન્મ આપ્યો હતો. રોહિત શર્મા તે સમયે સિડનીની ફ્લાઈટમાં હતો. રોહિત ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમી રહેલી ભારતીય ટીમ સાથે હતો. ચોથી ટેસ્ટ પહેલા રોહિત તેની પત્ની સાથે રહેવા મુંબઈ પાછો આવ્યો હતો.