• રોહિત શર્માની આગેવાનીમાં ભારત ટી20 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યુ
  • હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડનો કાર્યકાળ થયો સમાપ્ત
  • રોહિત શર્માએ રાહુલ દ્રવિડ માટે લખી ઇમોશનલ પોસ્ટ

રોહિત શર્મા અને રાહુલ દ્રવિડની જોડીએ 7 મહિનામાં 2 વર્લ્ડકપ ફાઈનલ રમી છે. 2023 ODI વર્લ્ડકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ સમગ્ર ભારતીય કેમ્પ નિરાશ થઈ ગયો હતો. પરંતુ T20 વર્લ્ડકપ 2024માં આ જોડી આખરે ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં સફળ રહી છે.

રોહિતે તસવીરો કરી શેર

હવે રોહિતે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે અને ઈમોશનલ કેપ્શન પણ લખ્યું છે. રોહિતે કહ્યું કે તે નાનપણથી જ રાહુલ દ્રવિડને પ્રેરણા સ્ત્રોત માને છે. તમને જણાવી દઈએ કે રોહિત શર્માએ ટી20 વર્લ્ડકપ જીત્યા બાદ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી.


"મેં નાનપણથી જ તમને..."

રોહિત શર્માએ લખ્યું, "હજારો અને લાખો બાળકોની જેમ જેમણે તમારી પાસેથી પ્રેરણા લીધી, હું પણ તેમાંથી એક છું. પરંતુ હું ઘણો ભાગ્યશાળી છું કે મને તમારી સાથે કામ કરવાની તક મળી. તમે આ રમતની મહાન વ્યક્તિઓમાંના એક છો. તમારી અંગત સિદ્ધિઓને બાજુ પર રાખીને, તમે ટીમ ઈન્ડિયામાં કોચ તરીકે જોડાયા અને એવું વ્યક્તિત્વ અપનાવ્યું કે અમે તમારી સાથે કોઈપણ સંકોચ વિના વાત કરી શકીએ છીએ અને આટલા લાંબા સમય પછી પણ તમારી નમ્રતા એ સૌથી મોટી ભેટ છે આ, આ રમત પ્રત્યેનો તમારો પ્રેમ ઓછો થયો નથી."

રિતિકા માટે લખ્યો ખાસ મેસેજ

રોહિત શર્માએ પોતાની પોસ્ટમાં એમ પણ કહ્યું કે તેની પત્ની રિતિકા સજદેહના મતે રાહુલ દ્રવિડ રોહિતની વર્ક વાઈફ જેવો છે. રોહિતે આગળ લખ્યું, "મેં તમારી પાસેથી ઘણું શીખ્યું છે અને દરેક ક્ષણને ખૂબ જ મિસ કરીશ. મારી પત્ની તને મારી વર્ક વાઈફ કહે છે અને હું ભાગ્યશાળી છું કે મને આ વાત કહેવામાં કોઈ સંકોચ નથી. આ વર્લ્ડકપ ટ્રોફી એકમાત્ર છે. "આ કંઈક એવું હતું જે અમે અત્યાર સુધી સાથે મળીને હાંસલ કરી શક્યા નથી. તમને મારા વિશ્વાસુ, કોચ અને મિત્ર, રાહુલ ભાઈ તરીકે બોલાવવા એ મારા માટે સન્માનની વાત છે."

  • Follow us on: