- આવતીકાલે ભારતીય ટીમની પ્રથમ મેચ
- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટીમ ઈન્ડિયા રમશે પ્રથમ મેચ
- રોહિત શર્માએ શુભમન ગિલને લઈ આપ્યું અપડેટ
આવતીકાલે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ રમીને પોતાના વર્લ્ડકપ અભિયાનની શરૂઆત કરશે. બંને ટીમ વચ્ચે આ મેચ ચેન્નાઈની ચેપોક સ્ટેડિયમમાં રમવામાં આવશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે. આ મેચ પહેલાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાની તૈયારી અને શુભમન ગિલની ફિટનેસ પર પ્રતિક્રિયા આપી છે.
પ્રથમ મેચ પહેલાં ટીમ ઈન્ડિયાને ઝટકો
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, અમારી ટીમના ખેલાડીઓનો મૂડ શાનદાર છે. અમારી તૈયારી શાનદાર છે, અમારા ખેલાડીઓ આત્મવિશ્વાસથી સજ્જ છે. આ ઉપરાંત રોહિત શર્માએ શુભમન દિલની ફિટનેસ પર પણ પ્રતિક્રિયા આપી છે. જેમાં રોહિતે કહ્યું કે, શુભમન ગિલ 100 ટકા ફિટ નથી. શુભમન ગિલ બીમાર છે અને અમારી નજર શુભમનની ફિટનેસ પર છે.
શુભમન થયો બીમાર
શુભમન ગિલની ફિટનેસ ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે મુશ્કેલીનું કારણ બની છે. શુભમન ગિલ શાનદાર ફોર્મમાં છે. એશિયા કપ બાદ શુભમન ગિલે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ વર્લ્ડકપ પહેલાં શુભમન ગિલ ઈજાગ્રસ્ત થયો છે.
આવતીકાલે ભારતીય ટીમની પ્રથમ મેચ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે મેચ રમવામાં આવશે. જે બાદ ભારતીય ટીમ 11 ઓક્ટોબરે દિલ્લીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચ રમવા મેદાને ઉતરશે. ભારતીય ટીમ પોતાની ત્રીજી મેચ પાકિસ્તાન વિરુદ્ધ 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવા ઉતરશે. ક્રિકેટ ફેન્સ આ મેચની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે.