- એશિયન ગેમ્સ ક્રિકેટમાં ભારતને મળ્યો ગોલ્ડ મેડલ
- અફઘાનિસ્તાને 5 વિકેટના નુકસાને બનાવ્યા હતા 112 રન
- વરસાદના કારણે મેચ કરવામાં આવી હતી રદ
એશિયન ગેમ્સમાં પુરુષોની ભારતીય ક્રિકેટ ટીમે ગોલ્ડ જીત્યો છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી ફાઇનલ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. જેથી રેન્કિંગ વધુ હોવાને લઈ ભારતીય ટીમને વિજેતા જાહેર કરવામાં આવી છે.
ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી
હાંગઝોઉના પિંગફેંગ કેમ્પસ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. બેટિંગ કરવા આવેલી અફઘાનિસ્તાનની ટીમે 18.2 ઓવરમાં 5 વિકેટના નુકસાને 112 રન બનાવ્યા હતા. જે બાદ વરસાદ શરૂ થયો હતો. જેથી મેચ રદ કરવામાં આવી હતી. આ મેચમાં અફઘાનિસ્તાનની શરૂઆત સારી નહતી. અફઘાનિસ્તાનની ટીમે ઈનિંગની બીજી જ ઓવરમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. જે બાદ ત્રીજી અને ચોથી ઓવરમાં પણ વિકેટ ગુમાવી હતી.
છઠ્ઠી વિકેટ માટે બની હતી સારી પાર્ટનરશિપ
અફઘાનિસ્તાનના શાહિદુલ્લાહ કમાલ અને કેપ્ટન ગુલબદીન નાયબ વચ્ચે છઠ્ઠી વિકેટ માટે સારી પાર્ટનરશિપ થઈ હતી, પરંતુ વરસાદના કારણે મેચ સ્થગિત કરવામાં આવી હતી. આ બંને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 45 બોલમાં 60 રનની પાર્ટનરશિપ થઈ હતી. આ દરમિયાન શાહિદુલ્લાહ કમાલે 43 બોલમાં અણનમ 49 અને કેપ્ટને 24 બોલમાં અણનમ 27 રન બનાવ્યા હતા.
આવી રહી ભારતની બોલિંગ
આ દરમિયાન ભારત તરફથી સારી બોલિંગ જોવા મળી હતી. ટીમ માટે અર્શદીર સિંહ, શાહબાઝ અહમદ, રવિ બિશ્નોઈ અને શિવમ દૂબેએ 1-1 વિકેટ લીધી હતી. જેમાં બિશ્નોઈની ઈકોનોમી સૌથી શાનદાર રહી હતી. તેમણે 4 ઓવરમાં માત્ર 3 રન આપ્યા હતા.