• રોહિત શર્માએ યાદ કર્યો વર્ષ 2019નો સમય
  • સિલેક્શન ન થયું ત્યારે શું ફીલ થયું એની સ્પષ્ટતા કરી
  • યુવરાજસિંહે આવી મસ્ત રીતે માનસિક રીતે બેઠો કર્યો

ભારતીય ક્રિકેટ ટીમ માટે આગામી ત્રણ મહિના ઘણા મહત્વના રહેવાના છે. ટીમ ઈન્ડિયા સૌથી પહેલા 30 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપમાં ભાગ લેશે. આ પછી તેને ODI વર્લ્ડ કપમાં પણ ભાગ લેશે. પાકિસ્તાન દ્વારા સત્તાવાર રીતે યોજાનાર એશિયા કપમાં ભારતીય ટીમ તેની તમામ મેચો શ્રીલંકામાં રમશે. જ્યારે ODI વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન ભારતમાં યોજાવા જઈ રહ્યો છે. જેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.

કરોડો દેશવાસીઓને રોહિત પાસે આશા

એશિયાકપ શરૂ થાય એ પહેલા જ ભારતીય ક્રિકેટ ટીમ કેપ્ટન રોહિત શર્માએ મહત્વની વાત કહી દીધી છે. સમગ્ર દેશવાસીઓની આશા રોહિત સાથે જોડાયેલી છે. માત્ર ક્રિકેટ ફેન્સની વાત નથી. સ્વદેશમાં યોજાઈ રહેલી ટુર્નામેન્ટને કારણે એક પ્રેશર ઊભું થાય એ સ્વાભાવિક છે. રોહિતે પોતાની વાત કરતા મીડિયા સમક્ષ કહ્યું હતું કે, મારા માટે મહત્વપૂર્ણ છે કે, હું મારી જાતને થોડી રીલેક્સ રાખુ. બહારની કોઈ વાત અને મુદ્દાઓની ચિંતા ન કરૂ. જેની અસર પોઝિટિવ પણ થાય અને નેગેટિવ પણ થાય છે. હું એ સ્ટેજમાં જવા માગુ છું જે વર્ષ 2019 પહેલા હું હતો. એ સમયે હું માનસિક રીતે ઘણી સારી સ્થિતિમાં રહ્યો હતો. એ સમયે મે ટુર્નામેન્ટ માટે સારી એવી તૈયારીઓ કરી લીધી હતી. એ સમયમાં હું પણ જવા માગુ છુ અને એ સમય ફરી લાવવા માગુ છું.

મારા માટે ઘણો સમય છે

આવું કરવા માટે મારા પાસે ઘણો સમય છે. મારો એવો પ્રયાસ રહેશે કે, જે રીતે એક ક્રિકેટર અને વ્યક્તિના રૂપમાં વર્લ્ડકપ પહેલા તૈયારીઓ હતી એ ફરી શરૂ થાય. વર્ષ 2019માં રોહિત શર્માએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પાંચ સદી ફટકારી હતી. આ સાથે રોહિત શર્મા એવો બેટ્સમેન બની ગયો જેને એક માઈલસ્ટોન ઊભો કરી દીધો. વર્ષ 2019માં સાઉથ આફ્રિકા, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે તેણે સદી ફટકારી હતી. શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાને પાથળ મૂકી દીધો હતો. જેણે વર્ષ 2015માં ચાર સદી ફટકારી હતી. રોહિતે ઉમેર્યું હતું કે, મને નથી લગાતુ કે, એક પરિણામ કે ચેમ્પિયનશીપ મને એક વ્યક્તિ તરીકે બદલી શકે. વ્યક્તિ તરીકે હું છેલ્લા 16 વર્ષથી કોઈ રીતે બદલ્યો નથી. મને નથી લાગતુ કે, મને કોઈ પ્રકારના બદલાવની જરૂર હોય. મારૂ ફોક્સ એના પર રહેશે કે, આવનારા સમયમાં હું મારી ટીમને કોવી રીતે એક ટાર્ગેટ માટે તૈયાર કરી શકું.


આ રીતે યુવરાજસિંહને યાદ કર્યા

કોઈ વ્યક્તિ એક કે બે મહિનામાં એટલો ઝડપથી બદલી ન શકે. કેપ્ટન પદ પર રહીને રોહિત મુંબઈ ઈન્ડિયન્સ ટીમને પાંચ વખત ટ્રોફી જીતાડી ચૂક્યો છે. વર્ષ 2018નો એશિયાકપ પણ એના નેતૃત્વમાં રમાયો હતો. એમાં પણ જીત હાંસલ થઈ હતી. હવે ફેન્સ એવી આશા વ્યક્ત કરી રહ્યા છે કે, ફરી એકવખત એશિયાકપ ઉપર પણ ભારતીય ક્રિકેટ ટીમનું નામ લખાય. હું એવું વિચારૂ છું કે, હું મારી પાછળ મારો શું ઈતિહાસ બનાવીશ. જેની ચર્ચા અને મુલ્યાંકન થાય. ઘણી વખત યુવરાજસિંહની જગ્યાએ હું મારી જાતને મૂકીને વિચારૂ છું.જ્યારે વર્ષ 2011માં મારી કોઈ પસંદગી થઈ ન હતી. આ મારૂ દિલ તોડનારી ક્ષણ રહી હતી. મને ખબર છે કે, જ્યારે તમારૂ સિલેક્શન વિશ્વકપની ટીમમાં ન થાય ત્યારે શું ફીલ થાય. પછી યુવરાજસિંહે મને પોતાના રૂમમાં બોલાવ્યો અને પછી અમે ડીનર માટે ગયા.

  • Follow us on: