• બન્ને ટીમ પાસે અનુભવ વધારે પણ ઓર્ડર પર રહેશે નજર

  • ટોસ કરતા ટીમની રણનીતિ વધારે અસરકર્તા
  • પાકિસ્તાન બોલર્સ વિકેટ ખેરવવાના મૂડમાં

તારીખ 30 ઓગસ્ટથી એશિયાકપ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થઈ રહી છે. સાત વખત ચેમ્પિયન રહેલી ટીમ ઈન્ડિયા અને બે વખત ચેમ્પિયન રહેલી ટીમ પાકિસ્તાન જીત માટેના દાવેદાર દેશ છે. વર્ષ 2019ના વર્લ્ડકપ પછી ભારતીય ક્રિકેટ ટીમને સૌથી વધારે મજબુત ટીમ માનવામાં આવે છે. જ્યારે પાકિસ્તાન પોતાના બોલર્સની ફૌજ લઈને મેદાને ઊતરશે એવું માનવામાં આવે છે. સ્ટ્રોગ ટોપ ઓર્ડર નક્કી કરીને પાકિસ્તાન ભારત સામે મેચ જીતવાના ઈરાદા સાથે ઊતરશે. બીજી તરફ શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન લડી લેવાના મૂડ સાથે આવશે.

કોની કેટલી સ્ટ્રેન્થ અને વીકનેસ

ભારતીય ક્રિકેટ ટીમમાં રાહુલ અને શ્રેયસનું કમબેક થયું છે. એટલે કે એક બેટ્સમેન અને એક બોલર બન્ને મજબુત બની રહેશે. બોલિંગની વાત કરવામાં આવે તો જસપ્રીત બુમરાહ જેવા ખેલાડી કેપ્ટન રોહિત શર્માની રણનીતિ અનુસાર કામ કરશે. વર્ષ 2018માં રોહિત શર્માના નેતૃત્વમાં એશિયાકપ ટીમ ઈન્ડિયા જીતી ચૂકી છે. પણ વર્ષ 2022માં ફાઈનલ સુધી પહોંચી શકી ન હતી. વિરાટ, રવીન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યા જેવા ખેલાડીથી ટીમને મોટી રાહત છે. વીકનેસની વાત કરવામાં આવે તો સાત નંબર પર જાડેજા બેટિંગ માટે ઊતરે છે. તો બાકીના પ્લેયર્સ બધા બોલર્સ છે. કુલદીપ, બુમરાહ, શમી અને સિરાજ વિકેટ ખેરવવામાં માહિર પણ બેટિંગમાં નબળા છે. એટલે લાંબા સમય સુધી ટકી ન શકે. પણ સાત વિકેટ પહેલા જ મોટો સ્કોર આપી દેવામાં આવે તો હરીફ ટીમ પર પ્રેશર ઊભું થશે.


પાકિસ્તાન ટીમની વાત

લેફ્ટી બોલર્સ સામે મોટાભાગના બેટ્સમેન ઢીલા થઈ જાય છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકામાં કમ સે કમ એક તો લેફ્ટી બેટ્સમેન છે જ. જે ભારતીય બેટ્સમેન માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. જે સ્લો સ્પીડમાં કે ફાસ્ટ બોલિંગ નાંખ છે તો પણ બેટિંગ લાઈનમાં કોઈ ખેલાડી મોટો સ્કોર આપી શકે એમ નથી. બીજી તરફ ટીમ ઈન્ડિયામાં કોઈ લેફ્ટી પેસર નથી. હાર્દિક અને જાડેજા બોલિંગ સારી રીતે કરી શકે છે પણ વિકેટના મામલે રેકોર્ડની વાત આવે ત્યારે બુમરાહ એ બન્ને કરતા આગળ છે. પાકિસ્તાનની વાત કરવામાં આવે તો મિડલ ઓર્ડરમાં મજબુતી નથી. રિઝવાન અને સલમાન ખૂબ ટેલેન્ટેડ છે. શરૂઆતના તબક્કામાં ત્રણ વિકેટ પડી જાય તો ટીમ પાકિસ્તાન માટે આગળ જતા મેચ પલટી શકે છે. વર્લ્ડકપ બાદ પાકિસ્તાન ટીમે 31 વન ડે મેચ રમેલા છે.


વન ડેની પ્રેક્ટિસ ઓછી

પાકિસ્તાન ટીમના ખેલાડીઓને વન ડે ફોર્મેટની પ્રેક્ટિસ ઓછી છે. કારણ કે, હાલના વર્ષમાં ખાસ કોઈ વન ડે ટુર્નામેન્ટ ખેલાડીઓ રમ્યા નથી. મોટી ટુર્નામેન્ટ માટે ખેલાડીઓની કસોટી તો થશે. પણ રણનીતિના અભાવે ટીમનું પાસુ ગમે ત્યારે પલટી શકે એમ છે. સૌથી ખરાબ સાઈડ ફિલ્ડિગની છે. કેચ ડ્રોપ, રન આઉટ મિસિંગ અને ઓવર થ્રો અનેક મેચમાં જોવા મળ્યા છે. જોકે, આ તમામ પર પાકિસ્તાન ટીમ કામ કરશે તો મજબુતીના ચાન્સ છે. ભારતીય ક્રિકેટ ટીમે 57 વન ડે મેચ રમેલી છે, જેમાંથી 34માં જીત મળી છે. શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ અને ન્યૂઝીલેન્ડ ટીમને માત આપી છે. લોઅર ઓર્ડરમાં પંડ્યા અને જાડેજાને ચાન્સ આપવામાં આવે તો મેચ ટર્ન થઈ શકે, આ સાથે બન્નેની બેટિંગમાં પણ એક દમ છે. 

  • Follow us on: