- એશિયા કપ માટે ભારતીય સ્ક્વોડની જાહેરાત
- ભારતીય સ્ક્વોડમાં યુઝવેન્દ્ર ચહલને ન મળ્યું સ્થાન
- ચહલને સ્થાન ન મળતાં ડિવિલિયર્સ હેરાન થયા
એશિયા કપ માટે ભારતીય સ્ક્વોડની જાહેરાત 21 ઓગસ્ટે કરવામાં આવી હતી. ચીફ સિલેક્ટર અજીત અગરકરે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. જો કે, ભારતીય સ્ક્વોડ જોઈને અનેક લોકો હેરાન થયા હતા. જેમાં સાઉથ આફ્રિકાના પૂર્વ સ્ટાર એબી ડિવિલિયર્સ પણ સામેલ છે. ડિવિલિયર્સે જણાવ્યું કે, એશિયા કપ સ્ક્વોડમાં અનુભવી સ્પિનર યુઝવેન્દ્ર ચહલને સ્થાન આપવામાં આવ્યું નથી. આ જોઈને હું સરપ્રાઈઝ થયો હતો.
એબી ડિવિલિયર્સે શું કહ્યું?
ડિવિલિયર્સે પોતાના યૂટ્યુબ ચેનલ પર આ અંગે ચર્ચા કરતા જણાવ્યું કે, આ મારા માટે નિરાશાજનક ડ્રોપ હતો. મને લાગે છે કે, ચહલ લેગ સ્પિનર તરીકે બેસ્ટ ઓપ્શન છે. આપણે જાણીએ છીએ કે, તે કેટલો કુશળ અને સ્માર્ટ સાબિત થઈ શકે છે, પરંતુ હવે નિર્ણય થઈ ગયો છે.
ચહલને બદલે કુલદીપને સ્થાન મળ્યું
તાજેતરમાં વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ પર ચહલ ખરાબ ફોર્મમાં જોવા મળ્યો હતો. ચહલને બદલે કુલદીપ યાદવની મુખ્ય સ્પિનર તરીકે પસંદગી કરવામાં આવી છે. નીચેના ક્રમમાં બેટિંગ મજબૂત કરવા માટે ચહલને સ્ક્વોડમાં સામેલ કરવામાં આવ્યો નથી.
આયરલેન્ડ પ્રવાસમાં બુમરાહે કર્યું શ્રેષ્ઠ પ્રદર્શન
આ ઉપરાંત ડિવિલિયર્સે જસપ્રીત બુમરાહની વાપસીને લઈ કહ્યું કે, બુમરાહે લાંબા સમય બાદ આયરલેન્ડ પ્રવાસથી વાપસી કરી છે. આ પ્રવાસમાં બુમરાહ ભારતના કેપ્ટન હતા. આયરલેન્ડ વિરુદ્ધ T-20 સીરિઝમાં બુમરાહને શાનદાર પ્રદર્શનને લઈ 'પ્લેયર ઓફ ધ સીરિઝ'નો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો.
"બુમરાહને ફોર્મમાં જોઈને ઉત્સાહિત છું"
બુમરાહને લઈ ડિવિલિયર્સે કહ્યું કે, ટીમમાં વાપસી કર્યા બાદ બુમરાહે મેન ઓફ ધ સીરિઝ જીતી છે. જે બુમરાહનું ટેલેન્ટ દર્શાવે છે. હું બુમરાહના પ્રદર્શનથી હેરાન નથી. બુમરાહને ફોર્મમાં જોઈને હું ઉત્સાહિત છું.