• 30 ઓગસ્ટથી એશિયા કપ શરૂ થશે
  • ભારત 2 સપ્ટેમ્બરે પ્રથમ મેચ રમશે
  • કેપ્ટન રોહિત શર્માએ કપ જીતવાનું આપ્યું નિવેદન

એશિયા કપ 2023ની શરૂઆત 30 ઓગસ્ટથી થશે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન વિરુદ્ધ રમશે. ભારત અને પાકિસ્તાન બંને ટીમ ગ્રુપ-Aનો ભાગ છે. આ બંને ટીમ વચ્ચે શ્રીલંકાના પલ્લેકલ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિમમાં મેચ રમવામાં આવશે.

ભારતે એશિયા કપ માટે ટીમની જાહેરાત કરી

ભારતે તાજેતરમાં એશિયા કપ 2023 માટે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે, જ્યારે સંજૂ સેમસનને સ્ટેન્ડબાય રાખ્યો છે. એશિયા કપને લઈ લોકોમાં પણ ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે ભારતે 5 ઓક્ટોબરથી ICC વનડે વર્લ્ડકપની પણ મેજબાની કરવાની છે. જેથી એશિયા કપ ભારત,પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ માટે વર્લ્ડકપની ડ્રેસ રિહર્સલ કરતા ઓછું નથી. આ તમામ વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા પોતાની પત્ની સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે નિવેદન આપ્યું કે, એશિયા કપમાં ભારતની જીત થશે.

https://www.instagram.com/reel/CwRwh_ZqVyT/?utm_source=ig_embed&ig_rid=64a428a3-e13b-4da4-9414-021efb866742


"એશિયા કપ જીતશું..જીતશું..."

એરપોર્ટ પર રોહિત શર્માને એશિયા કપને લઈ સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં રોહિત શર્માએ કહ્યું કે, એશિયા કપ જીતશું...જીતશું... ઉલ્લેખનીય છે કે, ભારત 7 વખત એશિયા કપ જીત્યું છે અને ભારત આ ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે. સાથે શ્રીલંકા કુલ 6 વખત એશિયા કપ જીત્યું છે. આ વખતે એશિયા કપમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશની સાથે નેપાળ પણ ભાગ લઈ રહ્યું છે. નેપાળે આ વર્ષે એશિયા કપ માટે ક્વોલીફાઈ કર્યું છે.

હાઈબ્રિડ મોડલ પર એશિયા કપનું આયોજન

આ વખતે પાકિસ્તાન અને શ્રીલંકા એશિયા કપની મેજબાની કરી રહ્યા છે. પાકિસ્તાનમાં એશિયા કપની કુલ 4 મેચ રમવામાં આવશે, જ્યારે શ્રીલંકામાં ફાઈનલ સહિત કુલ 9 મેચ રમવામાં આવશે. એશિયા કપની ફાઈનલ 17 સપ્ટેમ્બરે રમવામાં આવશે. અગાઉ એશિયા કપનું આયોજન પાકિસ્તાનમાં થવાનું હતું, પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પાકિસ્તાનમાં રમવાનો ઈનકાર કર્યો હતો. જે બાદ એશિયા કપ 2023નું હાઈબ્રિડ મોડલ અંતર્ગત આયોજન કરવામાં આવ્યું છે.

  • Follow us on: