- T20 વર્લ્ડકપ 2024માં લીગ સ્ટેજની મેચો સમાપ્ત
- ટીમ ઈન્ડિયા સુપર-8ના માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે
- સુપર-8ની તમામ મેચો વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે
T20 વર્લ્ડકપ 2024માં લીગ સ્ટેજની મેચો સમાપ્ત થઈ ગઈ છે અને હવે સુપર-8ના મુકાબલા જોવા મળશે. ટીમ ઈન્ડિયા પણ આગામી રાઉન્ડ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. રોહિત અને કંપની સુપર-8માં પોતાની પ્રથમ મેચ 20 જૂને અફઘાનિસ્તાન સામે બાર્બાડોસમાં રમશે. ગ્રૂપ સ્ટેજની તમામ મેચો અમેરિકામાં રમાઈ હતી, જ્યાં પિચો બેટ્સમેનો માટે કાળ સાબિત થઈ હતી. હવે સુપર-8માં ટીમો વેસ્ટ ઈન્ડિઝમાં સામસામે ટકરાશે. આમ છતાં રોહિત શર્માની અંદર પિચનો ડર બેઠો છે.
અમેરિકામાં ગ્રુપ સ્ટેજની મેચોમાં મોટાભાગના લો સ્કોરિંગ મેચો જોવા મળી હતી. પરંતુ વેસ્ટ ઈન્ડિઝમાં પિચની સ્થિતિ અલગ છે, જેના કારણે ભારતની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર પણ નિશ્ચિત માનવામાં આવે છે. ભારતીય ટીમ બાર્બાડોસમાં પ્રેક્ટિસ કરી રહી છે અને સુકાની રોહિત શર્મા પહેલા જ પિચને લઈને સવાલો ઉઠાવી ચૂક્યો છે. તેણે ટીમના અનુભવી બોલર જસપ્રિત બુમરાહને પિચ અંગે સવાલ કર્યા હતા.













