- રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું
- રોહિત શર્મા આ મેચમાં સદી ફટકારવામાં ચૂક્યો હતો
- રોહિતે વિરાટ-યુવરાજ જેવા દિગ્ગજોને પાછળ છોડ્યા
રોહિત શર્માએ T20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય કેપ્ટને તોફાની બેટિંગ કરી અને 41 બોલમાં 92 રનની વિસ્ફોટક ઇનિંગ રમી. રોહિત શર્માનો સ્ટ્રાઈક રેટ 224 હતો અને તેના બેટમાંથી 8 છગ્ગા અને 7 ચોગ્ગા આવ્યા હતા. રોહિત શર્મા આ મેચમાં સદી ફટકારવામાં ચૂકી ગયો હતો પરંતુ તેણે કેટલાક એવા રેકોર્ડ પોતાના નામે કર્યા જે ખરેખર આશ્ચર્યજનક છે. રોહિતે તેની ઇનિંગ્સમાં વિરાટ કોહલી અને યુવરાજ સિંહ જેવા દિગ્ગજોને પાછળ છોડ્યા હતા.
રોહિતે કર્યો રેકોર્ડ્સનો વરસાદ













