• ક્રિકેટનો મહાકુંભ એટલે કે T20 વર્લ્ડકપ 2024 શરૂ થઈ ગયો
  • ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ સામે તેના અભિયાનની શરૂઆત કરશે
  • મેચ પહેલા રોહિત શર્માની કેટલીક તસવીરો વાયરલ

ક્રિકેટનો મહાકુંભ એટલે કે T20 વર્લ્ડકપ 2024 શરૂ થઈ ગયો છે. આ વખતે વર્લ્ડકપ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહ્યો છે. ટૂર્નામેન્ટ ટીમ ઈન્ડિયા બુધવાર, 05 જૂનથી આયર્લેન્ડ સામે તેના અભિયાનની શરૂઆત કરશે. આ મેચ પહેલા રોહિત શર્માની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે ખરેખર હેરાન કરનારી છે. તસવીરોમાં રોહિત શર્માની ફિટનેસ ખૂબ જ ખરાબ દેખાય છે.

જાણો શું છે સચ્ચાઇ

તો શું રોહિત શર્માની ફિટનેસ ખરેખર ટીમ ઈન્ડિયાની ચિંતાઓ વધારશે? તો જવાબ છે 'ના.' વાસ્તવમાં, વાયરલ થઈ રહેલી તસવીર T20 વર્લ્ડકપ પહેલા ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી વોર્મ-અપ મેચની છે. પરંતુ, રોહિત શર્માની તસવીરો સાથે છેડછાડ કરવામાં આવી છે. મતલબ, રોહિત શર્માની તસવીરો એડિટ કરીને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે.

ફેક તસવીરો થઇ વાયરલ

તસવીરો એવી રીતે એડિટ કરવામાં આવી છે કે રોહિત શર્માનું પેટ બહાર નીકળી રહ્યું છે. જો કે, રોહિતની આ તસવીરો ભારતીય ફેન્સ માટે ચિંતાનો વિષય નથી, કારણ કે વાસ્તવિક તસવીરોમાં ભારતીય કેપ્ટન એકદમ ફિટ દેખાઈ રહ્યો છે અને તેનું પેટ સંપૂર્ણ રીતે અંદર છે.


ટી-20 વર્લ્ડકપમાં બીજી વખત ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે રોહિત શર્મા

નોંધનીય છે કે રોહિત શર્મા 2024માં ટી20 વર્લ્ડકપમાં બીજી વખત ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે. આ પહેલા 2022માં ઓસ્ટ્રેલિયા દ્વારા આયોજિત T20 વર્લ્ડકપમાં રોહિત શર્માએ ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી હતી. 2022માં ટીમ ઈન્ડિયાને સેમીફાઈનલમાં હારીને બહાર થવું પડ્યું હતું. સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને 10 વિકેટથી હરાવ્યું હતું. સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાને હરાવીને ઈંગ્લેન્ડે ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને ટાઈટલ જીત્યું હતું.



  • Follow us on: