• કિરન પોલાર્ડ ઈંગ્લેન્ડની ટીમનો આસિસ્ટન્ટ બેટિંગ કોચ
  • ઈંગ્લેન્ડ 4 જૂને પોતાના અભિયાનની શરૂઆત કરશે
  • કિરોન પોલાર્ડ પાસે વેસ્ટ ઈન્ડિઝની પીચો પર ઘણો અનુભવ

T20 વર્લ્ડકપનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. આ મેગા ઈવેન્ટમાં દરેક ટીમ પોતાની પૂરી તાકાત બતાવશે. હવે ઈંગ્લેન્ડની ટીમની બેટિંગને વધુ મજબૂત બનાવવા માટે એક પૂર્વ ચેમ્પિયન ખેલાડી ટીમ સાથે જોડાયો છે. જે ઈંગ્લેન્ડને ત્રીજીવાર ચેમ્પિયન બનાવવામાં મદદ કરશે. ઈંગ્લેન્ડ આ ટૂર્નામેન્ટમાં 4 જૂને પોતાના અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યું છે. ઈંગ્લેન્ડ તેની પ્રથમ મેચ સ્કોટલેન્ડ સાથે રમવા જઈ રહ્યું છે.

કિરોન પોલાર્ડ આસિસ્ટન્ટ બેટિંગ કોચ તરીકે જોડાયો

વેસ્ટ ઈન્ડિઝનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડ ઈંગ્લેન્ડની ટીમ સાથે આસિસ્ટન્ટ બેટિંગ કોચ તરીકે જોડાયો છે. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે આ નિર્ણય કાળજીપૂર્વક વિચાર્યા બાદ લીધો છે. કારણ કે આ વખતે વેસ્ટ ઈન્ડિઝ પણ વર્લ્ડકપની યજમાની કરી રહ્યું છે. કિરોન પોલાર્ડ પાસે વેસ્ટ ઈન્ડિઝની પીચો પર ઘણો અનુભવ છે, જે ઈંગ્લેન્ડની ટીમને ઘણી મદદ કરી શકે છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોલાર્ડના ટીમમાં સામેલ થવાની માહિતી આપી છે.

T20 ક્રિકેટનો સારો અનુભવ

કિરોન પોલાર્ડ T20 ક્રિકેટમાં ઘણો અનુભવ ધરાવે છે. તેને T20 ક્રિકેટના મહાન ખેલાડીઓમાંથી એક ગણવામાં આવે છે. પોલાર્ડે તેની ક્રિકેટ કારકિર્દીમાં 600 થી વધુ ટી20 મેચ રમી છે. પોલાર્ડ વર્લ્ડકપ વિજેતા વેસ્ટ ઈન્ડિઝ ટીમનો પણ ભાગ રહી ચૂક્યો છે. પોલાર્ડે વેસ્ટ ઈન્ડિઝ માટે 101 T20I મેચ રમી છે. જેમાં તેના નામે 1569 રન છે. આ સિવાય પોલાર્ડે અલગ-અલગ ફ્રેન્ચાઈઝી માટે 660 T20 મેચ રમી છે. જેમાં તેના નામે 12 હજારથી વધુ રન નોંધાયેલા છે.

વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડની મેચોનું શેડ્યૂલ

  • ઇંગ્લેન્ડ વિ સ્કોટલેન્ડ (4 જૂન)
  • ઇંગ્લેન્ડ વિ ઓસ્ટ્રેલિયા (8 જૂન)
  • ઈંગ્લેન્ડ વિ ઓમાન (13 જૂન)
  • ઇંગ્લેન્ડ વિ નામિબિયા (15 જૂન)

  • Follow us on: