• ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી બાદ રોહિત શર્મા ફરી એકવાર મેદાને
  • શર્મા IPLમાં પોતાની ટીમ મુંબઈ ઈન્ડિયન્સની નથી કરતા કેપ્ટનશિપ
  • IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ મેચ 24 માર્ચે

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી બાદ રોહિત શર્મા ફરી એકવાર મેદાનમાં આવ્યો છે. હવે રોહિત શર્મા IPL 2024માં પોતાની રમત બતાવવા માટે તૈયાર છે. જોકે, આ વખતે IPLમાં રોહિત શર્મા તેની ટીમ મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરી રહ્યો નથી. મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડયાને કેપ્ટન બનાવ્યો છે.આ મેચની તૈયારીમાં વ્યસ્ત રોહિત શર્માએ પણ પોતાની આગવી શૈલીમાં ભારત-ઈંગ્લેન્ડ શ્રેણીમાં ડેબ્યૂ કરનાર ખેલાડીઓનો આભાર માન્યો છે.

ઘણા ખેલાડીઓ ના રમ્યાં ક્રિકેટ

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં વિરાટ કોહલી, મોહમ્મદ શમી, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર જેવા ઘણા વરિષ્ઠ ખેલાડીઓ કાં તો એક પણ મેચ રમ્યા ન હતા અથવા તો થોડી મેચ રમ્યા બાદ ઈજાના કારણે બહાર થઈ ગયા હતા. રજત પાટીદાર, ધ્રુવ જુરેલ, સરફરાઝ ખાન, આકાશ દીપ અને દેવદત્ત પડિકલ જેવા યુવા ખેલાડીઓએ તેનો લાભ લીધો હતો. આ પાંચેય ખેલાડીઓએ પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત ઈંગ્લેન્ડ સામે કરી હતી.

પાંચ ખેલાડીઓની કરી પ્રશંસા

રોહિત શર્માએ ભારત-ઈંગ્લેન્ડ શ્રેણીમાં પદાર્પણ કરનાર આ પાંચ ખેલાડીઓની પ્રશંસા કરી અને કહ્યું કે આ યુવા ક્રિકેટરો સાથે રમવાની તેને ખૂબ મજા આવી. રોહિતે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કહ્યું, 'વ્યક્તિગત રીતે, મને તેની સાથે કામ કરવાની ખૂબ મજા આવી. બધા નાના છોકરાઓ એકદમ તોફાની હતા. હું તેમાંના મોટા ભાગનાને સારી રીતે જાણતો હતો અને તેમના મજબૂત મુદ્દાઓથી વાકેફ હતો. હું જાણતો હતો કે તે કેવી રીતે રમવા માંગે છે. મારું કામ માત્ર તેમને આરામદાયક રાખવાનું હતું. તેણે જે રીતે મારી અને રાહુલ ભાઈ (મુખ્ય કોચ રાહુલ દ્રવિડ)ની અપેક્ષાઓ પૂરી કરી, તે અદભુત હતું.


  • Follow us on: