• દિગ્ગજ ફૂટબોલર રોનાલ્ડોએ વિરાટ કોહલીને ઓળખવાનો ઇનકાર કર્યો

  • રોનાલ્ડો નાઝારિયોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
  • લોકોએ રોનાલ્ડોને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કર્યું

હાલમાં ભાગ્યે જ કોઈ એવું હશે જે ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીને જાણતું ન હોય. આ દિગ્ગજ ક્રિકેટર માત્ર ક્રિકેટ માટે જ નહીં પરંતુ અન્ય સ્પોર્ટ્સ હસ્તીઓ માટે પણ જાણીતો છે. પરંતુ આ દરમિયાન જો વિશ્વનો કોઈ દિગ્ગજ ફૂટબોલર એ વાતનો ઈન્કાર કરે કે તે વિરાટ કોહલીને ઓળખતો નથી, તો તમે ચોક્કસ થોડા સમય માટે ચોંકી જશો. દિગ્ગજ ફૂટબોલર રોનાલ્ડોએ વિરાટ કોહલીને ઓળખવાનો ઇનકાર કર્યો હતો. જો તમે પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને વિચારી રહ્યા છો તો તમને જણાવી દઇએ કે આ રોનાલ્ડો નાઝારિયોની વાત છે.

રોનાલ્ડોએ વિરાટ કોહલીને ન ઓળખ્યો

બ્રાઝિલના પૂર્વ દિગ્ગજ ફૂટબોલર રોનાલ્ડો નાઝારિયોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે વિરાટ કોહલીના જબરા ફેન 'આઈ શો સ્પીડ' સાથે જોવા મળે છે જે વર્લ્ડકપ 2023 દરમિયાન વાયરલ થયો હતો. વિરાટ કોહલીના આ વિદેશી પ્રશંસક સાથેના વીડિયોમાં દિગ્ગજ ફૂટબોલરે કહ્યું હતુ કે તે વિરાટ કોહલીને ઓળખતો નથી.


વિરાટ કોહલી એક GOAT

આ પછી તેના ફોન પર સ્પીડ બતાવે છે કે વિરાટ કોહલી કોણ છે. તે કહે છે કે વિરાટ કોહલી એક GOAT (ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ) ક્રિકેટર છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આટલું મોટું વ્યક્તિત્વ વિરાટ કોહલીને કેવી રીતે ઓળખતું નથી. આ પછી ચાહકો પણ ગુસ્સે થઈ ગયા હતા.

સોશિયલ મીડિયા પર ફેન્સ ગુસ્સે થયા

આ પછી લોકોએ બ્રાઝિલના દિગ્ગજ ફૂટબોલર રોનાલ્ડોને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કર્યું. કોહલીના ચાહકો ઈન્સ્ટાગ્રામ પર ગુસ્સે થઈ ગયા. લોકો પૂછવા લાગ્યા કોણ રોનાલ્ડો? કોઈએ તો એવું પણ લખ્યું કે તે માત્ર એક જ રોનાલ્ડોને ઓળખે છે અને તે છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. સાથે જ કેટલાક લોકોએ સમજદારીભરી ટિપ્પણી કરી અને લખ્યું કે બ્રાઝિલ એક નોન ક્રિકેટ નેશન છે અને જો રોનાલ્ડો વિરાટને ઓળખતો નથી તો તે કોઈ મોટી વાત નથી.

  • Follow us on: