• શમીની એક ઝલક જોવા માટે તેના ફાર્મહાઉસ પર ફેન્સની ભીડ જોવા મળી
  • શમીએ રણબીર કપૂરની ફિલ્મ એનિમલના એક ગીતની સાથે રીલ શેર કરી
  • બી પ્રાકે હાર્ટ ઇમોજી બનાવીને શમીની રીલ પર પ્રતિક્રિયા આપી

વર્લ્ડ કપમાં પોતાની વિસ્ફોટક બોલિંગથી ફેન્સને દિવાના બનાવનાર મોહમ્મદ શમીની ફેન ફોલોઈંગ પણ ઓછી નથી. હાલમાં જ ક્રિકેટરની એક ઝલક જોવા માટે તેના ફાર્મહાઉસ પર જે રીતે ભીડ જોવા મળી હતી, તેનાથી લાગે છે કે મોહમ્મદ શમીના ચાહકો દિવસેને દિવસે વધી રહ્યા છે. ક્રિકેટરની પર્સનલ લાઈફમાં ગમે તેટલી સમસ્યાઓ ચાલી રહી હોય, તે તેના ફેન્સને અપડેટ આપવાનું ક્યારેય ભૂલતો નથી. હવે તાજેતરમાં જ શમીએ રણબીર કપૂરની ફિલ્મ એનિમલના એક ગીતની સાથે રીલ શેર કરી છે, જેને જોઈને કોઈપણ ઈમોશનલ થઈ જાય છે.

શમીનો પુત્રી સાથે ઇમોશનલ વીડિયો વાયરલ

મોહમ્મદ શમીની રીલમાં જોઈ શકાય છે કે તે સામેથી આવી રહ્યો છે અને તેની નાની દીકરી દોડતી આવે છે. જ્યારે તે પિતાને પોતાને તેડવા કહે છે, ત્યારે શમી તરત જ તેની પુત્રીને પોતાના ખોળામાં લઈ લે છે. આ વિડિયોમાં શમીએ બી પ્રાકના રોને નહીં દુંગા... ગીતનો બેકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકે ઉપયોગ કર્યો છે, જે સાંભળતાની સાથે જ તમને ગૂસબંપ આવી જશે. હવે જે પણ શમીનો આ વીડિયો જોઈ રહ્યું છે તે ભાવુક થઈ રહ્યા છે.


ફેન્સે આપી પોઝિટીવ પ્રતિક્રીયા

શમીએ આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેને 20 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. વીડિયોમાં વાગતું ગીત બી પ્રાકે ગાયું છે. બી પ્રાકે પણ હાર્ટ ઇમોજી બનાવીને શમીની આ રીલ પર પ્રતિક્રિયા આપી છે. ઘણા વધુ લોકોએ આ વીડિયો પર પ્રતિક્રિયા આપીને તેમની પ્રતિક્રિયાઓ શેર કરી છે. એક યુઝરે કહ્યું કે ભારતમાં શમીભાઈને પસંદ કરનારા લોકોની કોઈ કમી નથી. અન્ય એકે મોહમ્મદ શમીની રીલ પર ટિપ્પણી કરી અને કહ્યું કે જે મહિલા હીરાને ઓળખી શકતી ન હતી તેના કિસ્મત ફુટી ગયા છે.

  • Follow us on: