• KKR અને રાજસ્થાન રોયલ્સની મેચ વરસાદના કારણે રદ્દ
  • KKRની ટીમે 14માંથી 9 મેચ જીતીને 20 પોઈન્ટ મેળવ્યા
  • IPLમાં KKR સૌથી વધુ નેટ રન રેટ ધરાવતી ટીમ બની

રવિવારે ગુવાહાટીમાં રમાનારી કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. આ પછી બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સ આ સિઝનમાં પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. KKRની ટીમે 14માંથી 9 મેચ જીતીને 20 પોઈન્ટ મેળવ્યા છે. આ સાથે તેણે +1.428 નો નેટ રન રેટ પણ હાંસલ કર્યો. KKRએ આ નેટ રન રેટ સાથે IPLમાં ઈતિહાસ રચ્યો હતો.

KKR સૌથી વધુ નેટ રન રેટ ધરાવતી ટીમ બની

KKR ટીમ IPL ઈતિહાસમાં એક સિઝનમાં સૌથી વધુ નેટ રન રેટ હાંસલ કરનારી ટીમ બની. અત્યાર સુધી કોઈ ટીમ આટલો ઊંચો નેટ રન રેટ હાંસલ કરી શકી નથી. શ્રેયસ ઐયરની કેપ્ટનશીપમાં KKRએ નવો રેકોર્ડ બનાવ્યો. આ મામલે KKRએ મુંબઈ ઈન્ડિયન્સનો રેકોર્ડ તોડ્યો હતો. જેમણે 2020 માં +1.107 નો નેટ રન રેટ હાંસલ કર્યો હતો. KKR ટીમ IPL ઈતિહાસમાં +1 અથવા વધુ નેટ રન રેટ પ્રાપ્ત કરનારી ત્રીજી ટીમ બની છે. RCBએ પણ એકવાર 1+ નો નેટ રન રેટ હાંસલ કર્યો છે. RCBએ 2015માં આ માઈલસ્ટોન હાંસલ કર્યો હતો.

ક્વોલિફાયર-1માં સનરાઇઝર્સ સાથે ટક્કર

આ સાથે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ ક્વોલિફાયર-1માં પહોંચી ગઈ છે. જ્યાં તેનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે થશે. આ મેચ 21મી મેના રોજ અમદાવાદમાં રમાશે. જ્યારે એલિમિનેટર રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ આ મેદાન પર 22મીએ યોજાશે. ક્વોલિફાયર-2માં પહોંચનારી ટીમો 24 મેના રોજ સામસામે ટકરાશે. જ્યારે ફાઈનલ 26મી મેના રોજ રમાશે. તમને જણાવી દઈએ કે કેકેઆર 2012 અને 2014માં બે વખત આઈપીએલ ટાઈટલ જીતી ચૂક્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ વખતે KKR ટીમ ટાઈટલ જીતવામાં સફળ રહે છે કે નહીં.

  • Follow us on: