• MIની ટીમ આ દિવસોમાં મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે
  • ટીમના સિનિયર ખેલાડીઓ નવા કેપ્ટન હાર્દિકને સ્વીકારી રહ્યા નથી
  • હાર બાદ હાર્દિક ડગઆઉટમાં એકલો બેઠો જોવા મળ્યો હતો

5 વાર IPL ચેમ્પિયન બની ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ દિવસોમાં મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. સતત ત્રણ પરાજય સાથે તેમની શરૂઆત ખરાબ રહી એટલું જ નહીં, ટીમની આંતરિક સ્થિતિ પણ સારી ન લાગી. ભૂતપૂર્વ ક્રિકેટરોનો આરોપ છે કે ટીમના સિનિયર ખેલાડીઓ નવા કેપ્ટન હાર્દિક પંડ્યાને સ્વીકારી રહ્યા નથી. તેના શબ્દો ત્યારે સામે આવ્યા જ્યારે રાજસ્થાન રોયલ્સ સામેની હાર બાદ હાર્દિક ડગઆઉટમાં એકલો બેઠો જોવા મળ્યો હતો. તેની આસપાસ કોઈ ટીમના સાથી કે કોચ નહોતા.

ભજ્જીને ગુસ્સો આવ્યો

હાર્દિકને સમર્થન ન મળવાને કારણે હરભજન સિંહ ગુસ્સે થઈ ગયો હતો. તેણે કહ્યું, "આ તસવીરો સારી નથી લાગી રહી. હાર્દિકને એકલો છોડી દેવામાં આવ્યો છે. ફ્રેન્ચાઈઝીના ખેલાડીઓએ તેને પોતાના કેપ્ટન તરીકે સ્વીકારવો જોઈએ. નિર્ણય લેવાઇ ગયો છે અને ટીમે એકજૂટ રહેવું જોઈએ."

અંબાતી રાયડુએ લગાવ્યો આરોપ

અન્ય ભૂતપૂર્વ MI ખેલાડી અંબાતી રાયડુનું કહેવું છે કે હાર્દિકને સ્વતંત્ર રીતે ટીમનું નેતૃત્વ કરવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. "મને ખબર નથી કે તે જાણી જોઈને થઈ રહ્યું છે કે અજાણતા. પરંતુ ટીમમાં ઘણા બધા લોકો છે જે તેને કન્ફ્યૂઝ કરી રહ્યા છે. ડ્રેસિંગ રૂમમાં મોટા ખેલાડીઓ તેને કેપ્ટન તરીકે સ્વતંત્ર રીતે કામ કરવા દેતા નથી. આ કોઈપણ કેપ્ટન માટે સારૂં વાતાવરણ નથી."


નવજોત સિંહ સિદ્ધુએ કહી મોટી વાત

નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું, "હાર્દિક નિરાશ અને ઉદાસ અનુભવી રહ્યો છે કારણ કે તેની સાથે વાત કરવા માટે કોઈ નથી. બાકીના ખેલાડીઓએ સમજવું જોઈએ કે ટીમ ત્યારે જ જીતી શકે છે જ્યારે દરેક એક એકમ તરીકે સાથે રમે. જો તેઓ આવું ન કરે તો , મુંબઈ જીતશે નહીં. ડગઆઉટની તસવીરો દુઃખદ વાર્તા કહે છે."

  • Follow us on: