- કોલકાતાએ દિલ્હી કેપિટલ્સને 106 રનથી હરાવ્યું
- શાહરુખ ખાને મેચ બાદ રિષભ પંતને ગળે લગાવ્યો
- શાહરુખ ખાને છેલ્લે ફિલ્મ ડંકીમાં જોવા મળ્યો હતો
IPL 2024ની 16મી મેચ શાહરુખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં દિલ્હીને 106 રનથી કારમી હાર થઈ હતી. આ હાર બાદ રિષભ પંતના ફેન્સ ખૂબ જ નિરાશ જોવા મળ્યા હતા. પરંતુ મેચ બાદનો એક વીડિયો સામે આવ્યો છે જેણે ફેન્સના દિલ જીતી લીધા છે. મેચ બાદ બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન દિલ્હી કેપિટલ્સની ટીમના ખેલાડીઓને મળતો જોવા મળ્યો હતો. આ દરમિયાન કપ્તાન રિષભ પંતને ગળે લગાવ્યો હતો.
રિષભ પંતને ગળે લગાવ્યો
શાહરુખ ખાન આ મેચ લાઈવ જોવા માટે વાયઝેગના સ્ટેડિયમમાં હાજર રહ્યો હતો. કોલકતા નાઈટ રાઈડર્સની ભવ્ય જીત બાદ તેના અને ફેન્સના ચહેરા પર ખુશી જોવા મળી હતી. મેચ બાદ કિંગ ખાન મેદાનમાં પહોંચીને દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓને મળીને ફેન્સના દિલ જીતી લીધા હતા.
પહેલા તે શ્રેયસ ઐયરને મળ્યો. આ પછી કિંગ ખાન KKRના પૂર્વ ખેલાડી કુલદીપ યાદવ સાથે વાત કરતો જોવા મળ્યો હતો. KKRની જીત બાદ કિંગ ખાન રિષભ પંતને મળ્યો અને તેને ગળે લગાડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ દરમિયાન બંનેના ચહેરા પર સ્મિત જોવા જેવું હતું.
શાહરુખનું વર્ક ફ્રન્ટ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, શાહરૂખ ખાન છેલ્લે રાજકુમાર હિરાનીની ફિલ્મ ડંકીમાં જોવા મળ્યો હતો, જેમાં બોમન ઈરાની, તાપસી પન્નુ, વિકી કૌશલ, વિક્રમ કોચર અને અનિલ ગ્રોવર મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા.