- પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સ સામે 4 એપ્રિલે રોમાંચક જીત હાંસલ કરી
- પંજાબ કિંગ્સ માટે શશાંક સિંહ જીતનો હીરો બન્યો હતો
- મિસ્ટ્રી ગર્લનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો
પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સ સામે 4 એપ્રિલે રોમાંચક જીત હાંસલ કરી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 199 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ કિંગ્સની ટીમે 19.5 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને આ લક્ષ્યને હાંસલ કરી લીધું હતું. પંજાબ કિંગ્સ માટે શશાંક સિંહ જીતનો હીરો બન્યો હતો.
ગુજરાતે 199 રન બનાવ્યા હતા
ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન શુભમન ગિલ તેના હોમ ગ્રાઉન્ડ પર પંજાબ કિંગ્સ સામે જીત નોંધાવવામાં નિષ્ફળ રહ્યો હતો. શુભમન ગિલે બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. શુભમન ગિલે 48 બોલમાં છ છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી અણનમ 89 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સ ટીમ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 199 રન બનાવવામાં સફળ રહી હતી.
શુભમન ગિલના ફેનનો વીડિયો વાયરલ
અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાત ટાઇટન્સનું હોમ ગ્રાઉન્ડ છે. આ જ કારણ છે કે મેદાનમાં ગુજરાત ટાઇટન્સના ચાહકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. આ દરમિયાન શુભમન ગિલના ફેન પણ જોવા મળ્યા હતા. શુભમન સદી ફટકાર્યા પછી અલગ રીતે ઉજવણી કરે છે. શુભમન ગિલ માથું આગળ ઝુકાવે છે. જાણે તે પ્રણામ કરી રહ્યો હોય અને હવે તેના ચાહકો પણ ગિલના આ ટ્રેન્ડની કોપી કરવા લાગ્યા છે.
ગિલને જોતાની સાથે જ ફેન્સે આવું કર્યું
પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન ગુજરાત ટાઇટન્સને ચીયર કરતી મિસ્ટ્રી ગર્લનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ગિલની સામે આ યુવતીએ માથું આગળ નમાવીને તેની સ્ટાઈલમાં સજદા કર્યું. આ જોઈને ચાહકો પણ સતત આના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયોની પાછળ ફિલ્મનું ગીત રબ ને બના દી જોડી પણ સાંભળી શકાય છે.
ગિલના પિતા પણ સ્ટેડિયમમાં હાજર હતા
ગુજરાત ટાઇટન્સ કદાચ આ મેચ જીતવામાં સફળ ન રહી હોય. પરંતુ શુભમન ગીલે પોતાની બેટિંગથી ફેન્સનું દિલ ચોક્કસપણે જીતી લીધું હતું. આ મેચ જોવા માટે ગિલના પિતા પણ સ્ટેડિયમમાં હાજર હતા. ગીલની જોરદાર ઇનિંગ બાદ તેઓએ પણ ઉભા થઇને તાળીઓ પાડી હતી. જીસની બહેન પણ તેના મિત્રો સાથે મેચ જોવા સ્ટેડિયમમાં હાજર હતી.