- શાકિબ અલ હસન રમત કરતા વધુ વિવાદોને કારણે ચર્ચામાં રહે છે
- આ કેનેડા ગ્લોબલ T20 લીગમાં તેની સાથે એક વિવાદ જોવા મળ્યો
- જેના કારણે ટીમની આખી ટૂર્નામેન્ટ અહીંથી જ ખતમ થઈ ગઈ હતી
શાકિબ અલ હસન ઘણીવાર તેની રમત કરતા વધુ વિવાદોને કારણે ચર્ચામાં રહે છે, જેમાં આ વખતે કેનેડા ગ્લોબલ T20 લીગમાં તેની સાથે એક વિવાદ જોવા મળ્યો છે. શાકિબ આ લીગમાં બાંગ્લા ટાઈગર્સ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો હતો, જેમાં તેની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને લીગ તબક્કાની મેચો બાદ ત્રીજા સ્થાને રહી હતી. એલિમિનેટર મેચમાં હંગામો થયો હતો જેના કારણે તેની ટીમની આખી ટૂર્નામેન્ટ અહીંથી જ ખતમ થઈ ગઈ હતી.
શાકિબે સુપર ઓવર રમવાની ના પાડી
બાંગ્લા ટાઈગર્સ ટીમ એલિમિનેટર મેચમાં ટોરોન્ટો નેશનલ ટીમ સાથે રમવાની હતી, જો કે, વરસાદને કારણે મેચ રમાઈ શકી ન હતી, ત્યારબાદ આ લીગના અધિકારીઓએ પરિણામ નક્કી કરવા માટે બંને ટીમો વચ્ચે સુપર ઓવર કરાવવાનો નિર્ણય કર્યો હતો. શાકિબ અલ હસને આ નિર્ણય સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો અને તેની ટીમ બાંગ્લા ટાઈગર્સ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. શાકિબે આ નિર્ણયને નકારવા પાછળનું કારણ ICC નિયમોને ટાંક્યું, જ્યાં મેચ ટાઈ થવા પર સુપર ઓવર કરાવવાનો નિયમ છે. જ્યારે વરસાદ કે અન્ય કોઈ કારણસર મેચ ટુંકાવી દેવામાં આવે તો આવી સ્થિતિમાં પરિણામ માટે મેચ ઓછામાં ઓછી 5-5 ઓવરની હોવી જોઈએ.
ટોરોન્ટો નેશનલ ફાઇનલમાં જગ્યા બનાવી
જ્યારે બંગાળ ટાઈગર્સે સુપર ઓવરમાં રમવાનો ઇનકાર કર્યા પછી ટોરોન્ટો નેશનલને ક્વોલિફાયર-2 મેચ રમવાની તક મળી, તેઓએ આ મેચમાં બ્રામ્પટન વુલ્વ્ઝને 5 વિકેટથી હરાવ્યું અને ફાઈનલમાં પણ પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. હવે 11 ઓગસ્ટે કેનેડા ગ્લોબલ T20 લીગની ફાઇનલ મેચ મોન્ટ્રીયલ ટાઈગર્સ અને ટોરોન્ટો નેશનલ ટીમ વચ્ચે રમાશે જે ભારતીય સમય અનુસાર રાત્રે 9:30 વાગ્યે શરૂ થશે.