બાંગ્લાદેશ સામેની સિરીઝમાં પાકિસ્તાનને 2-0થી હારનો સામનો કરવો પડ્યો છે. આ સિરીઝ પાકિસ્તાન માટે દુઃસ્વપ્નથી ઓછી રહી નથી. બાંગ્લાદેશ સામેની હાર બાદ પાકિસ્તાનની ટેસ્ટ ટીમના કેપ્ટન શાન મસૂદનું રાજીનામું માંગવામાં આવી રહ્યું છે. જોકે, મસૂદે રાજીનામું આપવાનો ઈન્કાર કરી દીધો છે. આ દરમિયાન શાન મસૂદે પણ શાહીન આફ્રિદી સાથેની લડાઈના સમાચાર પર સ્પષ્ટતા આપી છે.

શાન મસૂદે કહી આ વાત

પ્રથમ ટેસ્ટ દરમિયાન શાન મસૂદ અને શાહીન આફ્રિદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં શાન મસૂદ શાહીન આફ્રિદીના ખભા પર હાથ મૂકી રહ્યો હતો. પરંતુ થોડા સમય બાદ આફ્રિદીએ શાન મસૂદનો હાથ પોતાના ખભા પરથી હટાવી લીધો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ અટકળો લગાવવામાં આવી રહી છે કે બંને વચ્ચે કંઈક બરાબર નથી. હવે આ વીડિયો પર શાન મસૂદનું નિવેદન સામે આવ્યું છે.

આ વીડિયો અંગે શાન મસૂદે કહ્યું કે આફ્રિદીએ ગુસ્સામાં પોતાનો હાથ હટાવ્યો ન હતો. મેં મારો હાથ આફ્રિદીના ખભા પર તે જગ્યાએ રાખ્યો જ્યાં તેને ઈજા થઈ હતી. આ કારણથી આફ્રિદીએ પોતાનો હાથ હટાવી લીધો હતો. તેણે આગળ કહ્યું, 'શાહીન તેના પર ગુસ્સે ન હતો, બિચારાને નાહિદ રાણાનો બોલ વાગ્યો હતો. મેં એ જ જગ્યાએ મારો હાથ મૂક્યો હતો.

ગિલેસ્પી સાથેની ચર્ચા પર આપ્યું મોટું નિવેદન

શાન મસૂદે તે વીડિયો પર પણ સ્પષ્ટતા આપી છે જેમાં તે મુખ્ય કોચ જેસન ગિલેસ્પી સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. તેણે કહ્યું કે તે સમયે બોલ મેદાનની બહાર ગયો હતો અને અમને નવો બોલ 8 ઓવર પહેલા મળી ગયો હતો. જ્યારે બોલ પાછો આવ્યો ત્યારે માત્ર 5 મિનિટનું અંતર હતું. અમ્પાયરે અમને આપેલો બોલ 18-19 ઓવરનો હતો અને અમારો 8 ઓવરનો હતો. હું આ અંગે જેસન ગિલેસ્પીને ફરિયાદ કરી રહ્યો હતો.

  • Follow us on: