• શિખર ધવનનો વીડિયો વાયરલ
  • ધવને 'ના રેડી' ગીત પર કર્યો ડાન્સ
  • જૂનના અંતમાં ગીત રિલીઝ થયું હતું

ભારતીય સ્ટાર બેટ્સમેન શિખર ધવન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ધવન સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સને મનોરંજન પુરું પાડે છે. અવાર-નવાર શિખર ધવન સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરે છે. આ વખતે ધવને અભિનેતા વિજયની આગામી ફિલ્મ 'લિયો'ના 'ના રેડી' ગીત પર ડાન્સ કર્યો છે. ધવનનો આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ધવને ગીત પર રીલ્સ બનાવી

ફિલ્મ 'લિયો'નું ગીત 'ના રેડી' જૂનના અંતમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ગીત રિલીઝ થતાની સાથે હિટ થયું હતું. યૂટ્યુબ પર કરોડો ફેન્સ આ ગીતને સાંભળી ચૂક્યા છે. ફેન્સ આ ગીત પર રીલ્સ પણ બનાવી રહ્યા છે, ત્યારે ધવને પણ આ ગીત પર રીલ્સ બનાવી છે. આ વીડિયોમાં ધવનનો ડાન્સ જોવા જેવો છે.

https://www.instagram.com/reel/CvClTpuo0S4/?utm_source=ig_embed&ig_rid=4454e9b5-8bef-4ed0-8333-0a50320e381b


વીડિયો પર ક્રિકેટર્સે આપ્યા રિએક્શન

ધવનના આ વીડિયો પર અનેક ક્રિકેટર્સે રિએક્શન આપ્યા છે. જેમાં દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, પૂર્વ ખેલાડી ઈરફાન પઠાણથી લઈને અનેક ખેલાડી સામેલ છે. કાર્તિકે લખ્યું કે, હા સારૂં છે. ચહેરા પર હાવભાવ પણ સારા છે. આ ઉપરાંત ચહલે લખ્યું કે, શું બર્થડે ગિફ્ટ છે શિખ્ખી ભૈયા(શિખર ધવન), જ્યારે ઈરફાન પઠાણે હસવા વાળા ઈમોજી કોમેન્ટ કર્યા છે.

લાંબા સમયથી ટીમથી બહાર છે ધવન

શિખર ધવન લાંબા સમયથી ટીમથી બહાર છે. તેમણે ભારત માટે છેલ્લી આંતરરાષ્ટ્રીય વનડે ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ વિરુદ્ધ રમી હતી. સાથે છેલ્લી આંતરરાષ્ટ્રીય T-20 મેચ જુલાઈ 2021માં શ્રીલંકા વિરુદ્ધ રમી હતી.

શિખર ધવનનું કરિયર

શિખર ધવન ભારત તરફથી ત્રણેય ફોર્મેટમાં રમે છે. તે અત્યાર સુધી 34 ટેસ્ટ, 167 વનડે અને 68 T-20 મેચ રમ્યા છે. ટેસ્ટમાં તેમણે 2 હજાર 315, વનડેમાં 6 હજાર 793 અને T-20માં 1 હજાર 759 રન બનાવ્યા છે.

  • Follow us on: