- શોએબ મલિકે અભિનેત્રી સના જાવેદ સાથે ત્રીજા લગ્ન કર્યા
- સાનિયાએ 'ખુલા' દ્વારા શોએબ મલિક સાથે છૂટાછેડા લીધા
- શોએબ અભિનેત્રી નવલ સઈદને ફલર્ટ કરતો હોવાની ચર્ચા
પાકિસ્તાન ક્રિકેટ ટીમનો પૂર્વ ખેલાડી શોએબ અખ્તર થોડા દિવસો પહેલા પોતાના ત્રીજા લગ્નને લઈને ચર્ચામાં હતો. શોએબ અને સાનિયા મિર્ઝાના છૂટાછેડા પછી, ક્રિકેટરે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. જે બાદ શોએબને સોશિયલ મીડિયા પર ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. હવે શોએબ અખ્તરનું નામ અન્ય એક પાકિસ્તાની અભિનેત્રી સાથે જોડાવા લાગ્યું છે. જે બાદ લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું શોએબ અખ્તર તેના ચોથા લગ્નની યોજના બનાવી રહ્યો છે.
આ અભિનેત્રીને કરે છે ફલર્ટ
વાસ્તવમાં પાકિસ્તાની અભિનેત્રી નવલ સઈદને રમઝાન દરમિયાન એક શોમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. જ્યાં હોસ્ટે તેને પૂછ્યું કે શું તેને સોશિયલ મીડિયા પર કોઈ ફ્લર્ટી મેસેજ આવે છે. અભિનેત્રીએ જવાબ આપ્યો કે તેને ક્રિકેટરો તરફથી ઘણા ફ્લર્ટી મેસેજ આવે છે. જેના પર હોસ્ટે પૂછ્યું કે શું આ શોએબ મલિક છે. આ સાંભળીને અભિનેત્રી હસી પડી અને જવાબ આપવાનું ટાળ્યું હતું.
સના જાવેદ સાથે લગ્ન કરતા પહેલા તે અભિનેત્રી અને મોડલ આયેશા ઉમર સાથે સંબંધમાં હોવાની અફવા હતી. તેણે મોડલ્સ સાથે કેટલાક ફોટોશૂટમાં પણ ભાગ લીધો હતો. જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
સાનિયા મિર્ઝા સાથે લીધા છૂટાછેડા
ભારતીય ટેનિસ મહિલા ટેનિસ સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝાએ 'ખુલા' દ્વારા શોએબ મલિક સાથે છૂટાછેડા લીધા હતા. જે બાદ શોએબે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે ત્રીજા લગ્ન કર્યા. જે બાદ શોએબ મલિક ફરી એકવાર અફેરને લઈને ચર્ચામાં છે.