• શ્રેયસ અય્યરને મળ્યો બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ
  • શ્રેયસ અય્યરે કોનવેનો શાનદાર કેચ પકડ્યો
  • વર્લ્ડકપ 2023માં ભારતની સતત પાંચમી જીત

ODI વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ભારતીય ટીમે બેટિંગથી લઈને બોલિંગ અને ફિલ્ડિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. દરેક મેચમાં ભારતીય ટીમના ખેલાડીઓની શાનદાર ફિલ્ડિંગ જોવા મળે છે. ન્યૂઝીલેન્ડ સામે ભલે ભારતીય ટીમની ફિલ્ડિંગ થોડી નબળી રહી હોય અને ટીમે ત્રણ કેચ છોડ્યા હોય, પરંતુ શ્રેયસ અય્યરે મેચમાં પહેલો અને શાનદાર કેચ લઈને શાનદાર ફિલ્ડિંગનું પ્રદર્શન કર્યું હતું. શ્રેયસે ડાઈવ મારીને ન્યુઝીલેન્ડના ઓપનર કોનવેનો શાનદાર કેચ લીધો હતો.

શ્રેયસ અય્યરને બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ

ભારતની ન્યૂઝીલેન્ડ સામેની મેચ ધર્મશાલળામાં રમાઈ હતી. આ મેચમાં શાનદાર કેચ લેવા બદલ શ્રેયસ અય્યરને બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ મળ્યો છે. ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાંથી જેની ફની તસવીરો સામે આવી છે. તસવીરોમાં રવિન્દ્ર જાડેજા પોતાના હાથે શ્રેયસને મેડલ પહેરાવતા જોવા મળે છે.

જાડેજાએ શ્રેયસ અય્યરને મેડલ પહેરાવ્યો

રવિન્દ્ર જાડેજાને છેલ્લી મેચમાં બાંગ્લાદેશ સામેની શાનદાર ફિલ્ડિંગ માટે આ મેડલ મળ્યો હતો અને હવે આ મેડલ દરેક મેચમાં આ રીતે ફરતો રહેશે. મેચ પછી, બીસીસીઆઈએ ધર્મશાળામાં એવોર્ડની જાહેરાત માટે 'સ્પાઈડર કેમ'નો ઉપયોગ કર્યો અને પુરી ટીમને એવોર્ડની જાહેરાત માટે બહાર આવવા માટે કહેવામાં આવ્યું હતું. જ્યારે ખબર પડી કે શ્રેયસ અય્યર એવોર્ડ જીતશે ત્યારે આખી ટીમ ખૂબ જ ઉત્સાહિત હતી.

ભારતે સતત પાંચમી જીત

ધર્મશાળામાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે વર્લ્ડકપ 2023માં સતત પાંચમી જીત હાંસલ કરી હતી. જ્યારે આ ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડની આ પહેલી હાર હતી. 20 વર્ષ બાદ ભારતીય ટીમે આઈસીસી ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. હવે અહીંથી ટીમ ઈન્ડિયા માટે સેમિફાઈનલમાં પહોંચવું એકદમ સરળ થઈ ગયું છે. હવે ભારત તેની આગામી મેચ ઈંગ્લેન્ડ સામે 29 ઓક્ટોબરે રમશે.

  • Follow us on: