શ્રેયસ ઐયર દુલીપ ટ્રોફી 2024-25ના છેલ્લા રાઉન્ડમાં પણ પોતાની છાપ છોડી શક્યો ન હતો. ઈન્ડિયા B અને ઈન્ડિયા D ટીમો વચ્ચે અનંતપુરમાં રમાઈ રહેલી મેચમાં શ્રેયસ ઐયર ફરી એકવાર મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં શ્રેયસ ઐયર ઈન્ડિયા Dની કેપ્ટનશીપ કરી રહ્યો છે. પરંતુ બેટ્સમેન તરીકે તે વધારે છાપ છોડી શક્યો ન હતો. આવી સ્થિતિમાં તેની ટીમ ઈન્ડિયામાં ફરી એકવાર વાપસી મુશ્કેલ લાગી રહી છે.D


શ્રેયસ ઐયર ફરી કરી એક મોટી ભૂલ

શ્રેયસ અય્યર ઈન્ડિયા B સામેની આ મેચની પ્રથમ ઈનિંગમાં ખાતું પણ ખોલી શક્યો ન હતો. તે માત્ર 5 બોલનો સામનો કરી શક્યો હતો. તે જ સમયે, તેણે બીજી ઇનિંગમાં શાનદાર શરૂઆત કરી અને માત્ર 40 બોલમાં 50 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 7 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. શ્રેયસ ઐયરે આ ઇનિંગ ત્યારે રમી જ્યારે બીજી ઇનિંગમાં તેની ટીમની ત્રણ વિકેટ 18 રનમાં પડી ગઇ હતી. પરંતુ ઐયર તેને મોટી ઇનિંગ્સમાં બદલી શક્યો ન હતો.

દુલીપ ટ્રોફી 2024માં સદી ફટકારી શક્યો ન હતો

શ્રેયસ ઐય્યરે દુલીપ ટ્રોફી 2024-25ના ત્રણેય રાઉન્ડ રમ્યા હતા. એટલે કે તેને કુલ 6 વખત બેટિંગ કરવાની તક મળી. પરંતુ આ દરમિયાન તે એક પણ સદી ફટકારી શક્યો નહોતો. શ્રેયસ ઐયરે આ ત્રણ મેચની 6 ઇનિંગ્સમાં 25.66ની નબળી સરેરાશથી માત્ર 154 રન બનાવ્યા, જેમાં 2 ફિફ્ટી સામેલ છે. આ સિવાય શ્રેયસ ઐયર બે વખત ખાતું પણ ખોલાવ્યા વિના આઉટ થયો હતો. ઐયરના આ ખરાબ પ્રદર્શન બાદ ભારતીય ટેસ્ટ ટીમમાં તેની વાપસી હાલ ઘણી મુશ્કેલ લાગી રહી છે.

જો મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા ઈન્ડિયા Dએ તેની પ્રથમ ઈનિંગમાં 349 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત B ટીમ તેની પ્રથમ ઇનિંગમાં 282 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન વોશિંગ્ટન સુંદરે શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 140 બોલમાં 7 ફોર અને 1 સિક્સરની મદદથી 87 રન બનાવ્યા હતા. જોકે તે સદી ફટકારવામાં ચૂકી ગયો હતો. આ પછી ઈન્ડિયા Dએ તેના બીજા દાવમાં 5 વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં તે સ્પર્ધા પર પોતાની પકડ મજબૂત કરી રહી છે.


  • Follow us on: