- ઈશાન કિશનને મળી શકે છે ચાન્સ
- ઈશાન કિશન ધૂંઆધાર બેટિંગમાં કરે છે કમાલ
- રોહિત શર્મા સામે શ્રીલંકાની મેચમાં કરી શકે છે ઓપનિંગ
ટીમ ઈન્ડિયાના માટે વર્લ્ડ કપ 2023 અત્યાર સુધી શાનદાર રહ્યું છે. ટીમે અજેય રહેવાની સાથે સતત 6 મેચ પોતાના નામે કરી છે અને પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. સેમિફાઈનલનો રસ્તો હવે ટીમ ઈન્ડિયા માટે સરળ બન્યો છે. બચેલી 3માંથી 1 જીત ટીમ ઈન્ડિયાને ટોપ 4માં પહોંચાડી દેશે. પણ સવાલ એ છે કે ગિલનું પરફોર્મન્સ સારું દેખાઈ રહ્યું નથી. અત્યાર સુધી તે કોઈ સારી ઈનિંગ રમી શક્યા નથી. આ સમયે શક્ય છે કે શ્રીલંકાની સામેની મેચમાં રોહિત શર્માનો ઓપનિંગ પાર્ટનર બદલાય. જો આવું થશે તો પ્લેઈંગ 11માં આ બેટ્સમેનને ચાન્સ મળવાની પૂરેપૂરી શક્યતાઓ છે.
શાંત છે ગિલનું બેટ
વર્લ્ડકપ 2023માં ડેન્ગ્યૂના કારણે શરૂઆતની 2 મેચ મિસ કરનારા શુભમન ગિલનું પરફોર્મન્સ હજુ સુધી જોવા મળ્યું નથી. પાકિસ્તાનની મેચથી તેમની પ્લેઈંગ 11માં વાપસી થઈ છે. અત્યાર સુધી તેઓ પોતાનો દમ દેખાડી શક્યા નથી. પોતાના પહેલા વર્લ્ડ કપ ગેમમાં રમી રહેલા ગિલ 4 મેચમાં 104 રન જ બનાવી શક્યા છે. આ સમયે તેમના બેટથી એક અર્ધશતક જોવા મળ્યું છે. તેમનો સર્વાધિક સ્કોર 53 રનનો છે. ન્યૂઝીલેન્ડની સામે આ સ્કોર બન્યો હતો. એવામાં ટીમ શ્રીલંકની મેચમાં એક્સપરિમેન્ટ કરી શકે છે.
આ ખેલાડી બની શકે છે રોહિતનો ઓપનિંગ પાર્ટનર
ગિલાના પ્રદર્શનને જોતા ટીમ ઈન્ડિયા નોક આઉટ મેચ પહેલા ઈશાન કિશનને ચાન્સ આપી શકે છે. ઈશાન કિશન વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા છે. અનેક મેચમાં તેઓએ આ કમાલ દેખાડ્યો છે. રોહિત શર્માની સાથે તે પહેલા પણ ઓપનિંગ કરી ચૂક્યા છે. તેની સાથે તે વિકેટ કિપિંગ પણ કરી શકે છે. શક્ય છે આ સમયે ગિલને ડ્રોપ કરીને કિશનને પ્લેઈંગ 11માં ચાન્સ મળે.
વર્લ્ડ કપમાં આવી રહી ભારતની સફર
ટીમ ઈન્ડિયાના વર્લ્ડ કપ 2023ની સફરની વાત કરીએ તો બેટ્સમેન અને બોલર્સ બંનેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ટીમને સેમિફાઈનલમાં લગભગ જગ્યા મળવાનું નક્કી છે. ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશને હરાવીને ખેલાડીઓનો ઉત્સાહ જબરદસ્ત છે. ટીમ 12 અંકની સાથે ટોપ પર છે. ટોપ -4માં જગ્યા મેળવવા ભારતે 3માંથી 1 મેચ જીતવાની રહેશે. જે રીતે ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ચાલી રહ્યું છે તેમના માટે વર્લ્ડ કપની ટ્રોફી વધારે દૂર નથી.