1. બુધવારે ICC દ્વારા ODI રેન્કિંગ જારી કરાઇ
  2. બાબર આઝમ વનડે રેન્કિંગમાં પ્રથમ સ્થાને યથાવત
  3. હેનરિક ક્લાસનની વનડે રેન્કિંગમાં 7 સ્થાનની છલાંગ

વિરાટ કોહલી વનડે વર્લ્ડકપ 2023માં શાનદાર ફોર્મમાં છે. તેણે પાંચ મેચમાં 354 રન બનાવ્યા છે. જેમાં ત્રણ ફિફટી અને એક સદી પણ સામેલ છે. પરંતુ તેમ છતાં ICC દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલી નવીનતમ વનડે રેન્કિંગમાં ભારતના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીને નુકસાન થયું છે. આ સિવાય બાબર આઝમના પોઇન્ટમાં પણ ઘટાડો થયો છે. જોકે, હાલમાં બાબર આઝમ ટોચ પર યથાવત છે. પરંતુ શુભમન ગિલ ફરી એકવાર તેના માટે મોટો ખતરો બની ગયો છે. હાલમાં ICC રેન્કિંગમાં શુભમન ગિલ બીજા સ્થાને છે.

ICC દ્વારા જારી કરાયેલી નવી રેન્કિંગ

જો નવી રેન્કિંગની વાત કરીએ તો વિરાટ કોહલીને નુકસાન થયું છે, જ્યારે ઓસ્ટ્રેલિયન સ્ટાર ડેવિડ વોર્નર પણ શાનદાર સદી ફટકારવા છતાં નીચે સરકી ગયો છે. જ્યારે સાઉથ આફ્રિકાના બેટ્સમેન હેનરિક ક્લાસને 7 સ્થાનની છલાંગ લગાવી છે. ક્લાસન 11માં સ્થાનેથી ચોથા સ્થાને પહોંચી ગયો છે. જેના કારણે વોર્નર અને વિરાટે નીચે સરકી જવું પડ્યું હતું. જોકે, વિરાટ અને વોર્નર બંનેના 747 રેટિંગ પોઈન્ટ છે અને તેઓ સંયુક્ત રીતે પાંચમા ક્રમે છે. જ્યારે વર્લ્ડકપ 2023માં ત્રણ સદી ફટકારનાર ક્વિન્ટન ડી કોક છઠ્ઠાથી ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા એક સ્થાનના ફાયદા સાથે 9મા સ્થાનેથી 8મા ક્રમે આવી ગયો છે.

ગિલ બાબર આઝમ માટે ખતરો

વર્તમાન વનડે રેન્કિંગમાં શુભમન ગિલ હવે બાબર આઝમ માટે ખતરો બની ગયો છે. રવિવારે ભારતીય ટીમ તેની છઠ્ઠી મેચ ઈંગ્લેન્ડ સામે રમશે. જો આ મેચમાં ગિલ સારી બેટિંગ કરે છે અને બાબર આઝમ સાઉથ આફ્રિકા સામે ફ્લોપ જાય છે તો ગિલ નંબર વન બેટ્સમેન બની શકે છે. બાબરના 829 રેટિંગ પોઈન્ટ અને ગિલના 823 પોઈન્ટ છે. હવે બંને વચ્ચે માત્ર 6 પોઈન્ટનો તફાવત છે.

બોલરો અને ઓલરાઉન્ડરોની રેન્કિંગ સ્થિતિ

બોલરોની ટોપ 10 યાદીમાં જોશ હેઝલવુડ ટોપ પર છે અને મોહમ્મદ સિરાજ બીજા નંબર પર છે. કેશવ મહારાજને સૌથી વધુ ફાયદો થયો અને તે 8માથી ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. કુલદીપ યાદવ 9મા સ્થાને યથાવત છે. ઓલરાઉન્ડરોની યાદીમાં હાર્દિક પંડ્યા નવમા નંબરે છે. રવિન્દ્ર જાડેજા સ્કોટિશ ખેલાડી મેથ્યુ મેટ સાથે સંયુક્ત રીતે 15મા ક્રમે છે.

 

  • Follow us on: