• આજે એશિયા કપમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે રમાશે
  • કોલંબોના આર. પ્રેમાદાસ સ્ટેડિમય ખાતે મેચ રમાશે
  • આજના મેચમાં પણ વરસાદ વિધ્ન બને તેવી શક્યતાઓ છે

એશિયા કપ 2023માં હાલ સુપર-4 તબક્કો ચાલી રહ્યો છે. આજે સુપર-4 સ્ટેજની બીજી મેચ રમાશે. જેમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે આર. પ્રેમાદાસ સ્ટેડિમય ખાતે મેચ રમાશે. પરંતુ આ મેચમાં પણ વરસાદ વિધ્ન બને તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

એશિયા કપમાં બે દિવસના બ્રેક પછી આજે સુપર-4 સ્ટેજ માટે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે ટક્કર થશે. એક તરફ, ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકા સુપર-4 સ્ટેજમાં પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરવા માંગે છે, જ્યારે બાંગ્લાદેશ ટૂર્નામેન્ટમાં પોતાના રેકોર્ડસને જાળવી રાખવા પર નજર રાખશે.

શાકિબ અલ હસનની કેપ્ટનશીપમાં બાંગ્લાદેશની ટીમને સુપર-4ની પહેલી મેચમાં પાકિસ્તાનના હાથે 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. જો આજની મેચમાં બાંગ્લાદેશને હારનો સામનો કરવો પડશે તો તે સુપર-4માંથી બહાર થનારી પ્રથમ ટીમ બની જશે. આવી સ્થિતિમાં શાકિબની ટીમને આજે કોઈપણ ભોગે જીતવાની જરૂર છે. જો કે, વરસાદ ચોક્કસપણે તેમની આશાઓ પર પાણી ફેરવી શકે છે.

વેધર અપડેટ

શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે સુપર-4ની બીજી મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચમાં પણ વરસાદની શક્યાતાઓ જોવા મળી રહી છે. AccuWeatherના રિપોર્ટ અનુસાર, આજે કોલંબોમાં વરસાદની 90 ટકા સંભાવના છે. માહિતી અનુસાર ખાસ કરીને દિવસની શરૂઆતમાં, કેટલાક સ્થળોએ વાવાઝોડા સાથે વાદળછાયું આકાશ રહેશે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે શ્રીલંકા અને બાંગ્લાદેશની મેચ વરસાદથી પ્રભાવિત થઈ શકે છે?

જો મેચ દરમિયાન વરસાદ આવે તો ?

શ્રીલંકા અને બાંગ્લાદેશના મેચ દરમિયાન જો વરસાદ વિલન બને છે તો બંને ટીમોને 1-1 પોઈન્ટ્સ આપવામાં આવશે. કારણ કે આ મેચ માટો કોઈ રિઝર્વ ડે નક્કી કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં બાંગ્લાદેશ ટુર્નામેન્ટની બહાર થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સામે હાર્યા પછી પોઈન્ટ્સ ટેબલમાં બાંગ્લાદેશના ખાતામાં એકપણ અંક નથી. જો શ્રીલંકાના સામે બાંગ્લાદેશનો મેચ વરસાદને કારણે રદ્દ થાય છે તેને 1 પોઈન્ટ મળશે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશનું ફાઈનલમાં રમવુ મુશ્કેલ થઈ જશે. 

પરંતુ, આ અસંભવ નથી. આ મેચ બાદ ભારત અને બાંગ્લાદેશ આમને-સામને આવશે. ભારત વિરુદ્ધ બાંગ્લાદેશની ટીમ જીત નોંધાવે છે તો તેમને 3 પોઈન્ટ્સ મળશે. 

  • Follow us on: