- સ્મૃતિ મંધાનાએ મહિલા બિગ બેશ લીગમાં રમતી જોવા મળશે
- એડિલેડ સ્ટ્રાઈકર્સ તરફથી રમતી જોવા મળશે સ્મૃતિ મંધાના
- મંધાનાએ 2016માં પ્રથમ વખત મહિલા BBLમાં ભાગ લીધો હતો
ભારતીય ક્રિકેટ ટીમની વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ફરી એકવાર મહિલા બિગ બેશ લીગમાં રમવાનો નિર્ણય કર્યો છે. આ વખતે તે વર્તમાન ચેમ્પિયન એડિલેડ સ્ટ્રાઈકર્સ તરફથી રમતી જોવા મળશે. તેણે ફ્રેન્ચાઇઝી સાથે પ્રી-ડ્રાફ્ટ ઓવરસીઝન કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આવું કરનાર તે પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. સ્મૃતિ મંધાના છેલ્લા 10 વર્ષથી આ લીગમાં રમી રહી છે. તે આ લીગમાં અત્યાર સુધી 4 ટીમો સાથે રમી ચુકી છે. સ્મૃતિ મંધાના સિવાય અન્ય ભારતીય ખેલાડીઓ પણ આ લીગમાં રમતા જોવા મળશે.
આ ટીમ સાથે રમી ચૂકી છે સ્મૃતિ મંધાના
સ્મૃતિ મંધાનાએ 2016માં પ્રથમ વખત મહિલા બિગ બેશ લીગમાં ભાગ લીધો હતો. આમાં તેણે બ્રિસ્બેન હીટ ટીમ સાથે મેચ રમી હતી. આ પછી, 2018-19માં તે હોબાર્ટ હરિકેન્સ માટે રમી હતી, જ્યારે 2021માં તે સિડની થંડર્સ ટીમનો ભાગ હતી. તેણે 2023ની સીઝનમાં બ્રેક લીધો હતો. આ વખતે તેણે એડિલેડ સ્ટ્રાઈકર્સ સાથે કરાર કર્યો છે. આ વખતે આ લીગ 1લી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે.
કેવું રહ્યું છે સ્મૃતિનું પ્રદર્શન?
સ્મૃતિ મંધાનાએ ઓસ્ટ્રેલિયાની આ પ્રતિષ્ઠિત લીગમાં અત્યાર સુધીમાં કુલ 38 મેચ રમી છે. આમાં તેણે 130.01ના સ્ટ્રાઈક રેટથી કુલ 784 રન બનાવ્યા છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 64 બોલમાં અણનમ 114 રન હતો. તેણે 2021માં રેનેગેડ્સ સામે આ ઇનિંગ રમી હતી.
ફરીથી લ્યુક વિલિયમ્સની દેખરેખમાં રમશે સ્મૃતિ
સ્મૃતિ મંધાના ફરી એકવાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના મુખ્ય કોચ લ્યુક વિલિયમ્સના માર્ગદર્શન હેઠળ રમતી જોવા મળશે. મંધાના અને વિલિયમ્સની જોડીએ ગયા વર્ષે વિમેન્સ પ્રીમિયર લીગનો ખિતાબ જીત્યો હતો. સ્મૃતિ મંધાના અને લ્યુક વિલિયમ્સની જોડી પણ ધ હન્ડ્રેડમાં સાથે જોવા મળી છે.
સ્મૃતિ મંધાનાએ આપી પ્રતિક્રીયા
સ્ટ્રાઈકર્સમાં જોડાયા બાદ સ્મૃતિ મંધાનાએ કહ્યું કે તે ઓસ્ટ્રેલિયામાં રમવા માટે ઉત્સુક છે. સ્ટ્રાઈકર્સ સફળ ટીમોમાંની એક છે. તે ટીમમાં પોતાની સંપૂર્ણ ક્ષમતાનું યોગદાન આપવા માટે પણ ઉત્સાહિત છે. સ્મૃતિ મંધાનેએ કહ્યું કે તે કોચ લ્યુક વિલિયમ્સ સાથે રમવા માટે એક્સાઇટેડ છે.
ડ્રાફ્ટમાં ભારતના 19 ખેલાડીઓને મળ્યું સ્થાન
આ ઓસ્ટ્રેલિયન લીગમાં ભારતના કુલ 19 ખેલાડીઓને ડ્રાફ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. જેમાં ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર, જેમિમાહ રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, શ્રેયંકા પાટીલ, તિતાસ સાધુ, આશા શોભના, રાધા યાદવ, અમનજોત કૌર, યાસ્તિકા ભાટિયા, શિખા પાંડે, સ્નેહ રાણા, હેમલતા દયાલન, સજના સજીવન, મન્નત કશ્યપ, મેઘના સબ્બિનેની, વેદા કૃષ્ણમૂર્તિ, મોના મેશ્રામ અને મેઘના સિંહ.