• આક્રમક થઇને આવશે કોહલી
  • વર્લ્ડકપની હારમાંથી પ્રેરણા શીખીને આવશે ભારત
  • ત્રણેય ફોર્મેટમાં અલગ ટીમ

ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરીઝ પૂરી થયા બાદ ભારતીય ટીમ આગામી પ્રવાસ માટે સાઉથ આફ્રિકા જઈ રહી છે. આ માટે BCCIએ ટીમ ઈન્ડિયાની પણ જાહેરાત કરી છે. દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ત્રણ અલગ-અલગ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. 

એબી ડી વિલિયર્સે દક્ષિણ આફ્રિકાની ટીમને ભારતીય ટીમના ખેલાડીઓથી સાવધાન રહેવાની સલાહ આપી છે. ડી વિલિયર્સે તે ભારતીયનું નામ પણ જાહેર કર્યું છે જે યજમાન ટીમ માટે ખતરો છે. ડી વિલિયર્સે દક્ષિણ આફ્રિકાને વિરાટ કોહલીથી ખતરો ગણાવ્યો છે.

કોહલીને રમતો જોવા ઉત્સુક

ડી વિલિયર્સનું માનવું છે કે વિરાટ કોહલીનું શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળશે. ડી વિલિયર્સે કહ્યું કે હું કોહલીને ખેલાડીઓ સામે રમતો જોવા માટે રાહ જોઈ શકતો નથી. આ સિરીઝમાં તે આક્રમક બનવા જઈ રહ્યો છે. દક્ષિણ આફ્રિકાએ તેમનાથી સાવધાન રહેવું પડશે. ભારતીય ટીમ સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતી ન શકવા અંગે એબી ડી વિલિયર્સે કહ્યું કે વર્લ્ડ કપ ફાઈનલ બાદ ભારતીય ટીમ રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથે વધારાની પ્રેરણા લઈને આવશે. તેઓ જીતવાનો પ્રયાસ કરશે.

ત્રણેય ફોર્મેટ માટે અલગ-અગલ કેપ્ટન

ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમ ત્યાં ત્રણેય ફોર્મેટ રમવા જઈ રહી છે. પ્રથમ શ્રેણી ટી-20 ફોર્મેટમાં રમવાની છે. સૂર્યકુમાર યાદવને આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સૂર્યા યુવા ટીમનું નેતૃત્વ કરશે. કેએલ રાહુલને વનડે શ્રેણીની કમાન સોંપવામાં આવી છે. રોહિત શર્મા ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે. આ રીતે ભારતીય ટીમમાં ત્રણ અલગ-અલગ કેપ્ટન જોવા મળશે. સૂર્યકુમારની કપ્તાની હેઠળ, ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને શ્રેણીમાં હરાવ્યું છે, હજુ એક T20 બાકી છે અને તે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.

  • Follow us on: