- ઈમરાન ખાન સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમના નવા બેટિંગ કોચ
- ઈમરાન ખાને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં માત્ર 20 રન બનાવ્યા છે
- ઈમરાન ખાને વર્ષ 2009માં સાઉથ આફ્રિકા તરફથી ડેબ્યૂ કર્યું હતું
ઈમરાન ખાનને સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમના નવા બેટિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઈમરાન ખાન સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ખેલાડી છે. જોકે ઈમરાન ખાને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં માત્ર 20 રન બનાવ્યા છે. જ્યારથી સાઉથ આફ્રિકાએ તેને ટીમનો બેટિંગ કોચ બનાવ્યો છે ત્યારથી સોશિયલ મીડિયા પર તેની ચર્ચા ચાલી રહી છે.
કેવી રહી છે ઈમરાન ખાનની કારકિર્દી?
ઈમરાન ખાને વર્ષ 2009માં સાઉથ આફ્રિકા તરફથી ડેબ્યૂ કર્યું હતું. તેણે તેની એકમાત્ર આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. ઈમરાન ખાને આ મેચમાં 20 રન બનાવ્યા હતા. જો કે આ મેચ બાદ તેને ક્યારેય સાઉથ આફ્રિકા તરફથી રમવાની તક મળી નથી. ઈમરાન ખાનની ડેબ્યૂ મેચ પણ તેની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ બની હતી.
શા માટે ટીમના કોચની નિમણૂક કરવામાં આવી?
ઈમરાન ખાનના કરિયર પર નજર નાખ્યા બાદ સવાલ ઉઠે છે કે તેને ટીમનો બેટિંગ કોચ કેમ બનાવવામાં આવ્યો? વાસ્તવમાં, ઇરમાન ખાન છેલ્લા 5 વર્ષથી સ્થાનિક ટીમ ડોલ્ફિન્સને કોચિંગ આપી રહ્યો છે. ઈમરાન ડોલ્ફિન્સને ચાર દિવસીય સિરીઝના બે ખિતાબ તેમજ એક સંયુક્ત ODI કપ અને ત્રણ CSA T2 ચેલેન્જ કપની ફાઈનલમાં દોરી ગયો છે. તેના અનુભવને ધ્યાનમાં રાખીને તેને ટીમનો બેટિંગ કોચ બનાવવામાં આવ્યો છે.
ડોમેસ્ટિક ક્રિકેટમાં તાકાત બતાવી છે
ઈમરાન ખાને ભલે ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમી ન હોય, પરંતુ તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 161 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, જેમાં તેણે 9367 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં તેના નામે 20 સદી પણ છે. આ સિવાય ઇમરાને 121 લિસ્ટ A મેચ અને 51 T20 મેચ પણ રમી છે.
કોચ બન્યા બાદ ઈમરાને શું કહ્યું?
સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમના બેટિંગ કોચ તરીકે પસંદ થયા બાદ ઈમરાન ખાને કહ્યું, 'હું ડોલ્ફિન્સમાં મારી કોચિંગ કારકિર્દી શરૂ કરીને ખૂબ જ ખુશ છું, જે ઘણી સીઝનથી મારું ઘર રહ્યું છે. એક કોચ તરીકે મારા માર્ગમાં આ એક આકર્ષક પગલું છે. હું દરેકને મિસ કરીશ.