શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ICC મહિલા T20 વર્લ્ડકપ 2024 માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. UAEમાં રમાનાર આ વર્લ્ડકપ 3 ઓક્ટોબરથી શરૂ થશે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. T20 વર્લ્ડકપમાં શ્રીલંકન ક્રિકેટ ટીમની કમાન ચમારી અટાપટ્ટુને સોંપવામાં આવી છે. શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમે હાલમાં જ ચમારી અથાપટ્ટુના નેતૃત્વમાં મહિલા એશિયા કપનો ખિતાબ જીત્યો હતો.
ઈનોકા રણવીરાને પણ તક મળી
ઇનોકા રણવીરાને પણ શ્રીલંકાની ટીમમાં તક આપવામાં આવી છે. લેફ્ટ આર્મ સ્પિનર UAEમાં ટીમની બોલિંગમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ઈનોકા રણવીરાને લગભગ 12 વર્ષનો અનુભવ છે, જેનો તે આ ટૂર્નામેન્ટમાં લાભ લઈ શકે છે.
શ્રીલંકાએ તાજેતરના સમયમાં સારું પ્રદર્શન કર્યું છે
શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમે છેલ્લા 18 મહિનામાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમે પ્રથમ વખત ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે કોઈપણ ફોર્મેટમાં શ્રેણી જીતી છે. આ સિવાય તેણે ઐતિહાસિક એશિયા કપ ટાઇટલ પણ જીત્યું છે. શ્રીલંકાએ T0 વર્લ્ડ પની ક્વોલિફાયર મેચોમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
શ્રીલંકાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે
ચમરી અટાપટ્ટુ (કેપ્ટન), અનુષ્કા સંજીવની, હર્ષિતા માધવી, નીલાક્ષિકા ડી સિલ્વા, ઈનોકા રણવીરા, હસીની પરેરા, કવિશા દિલહારી, સચિની નિસાનસાલા, વિશમી ગુણારત્ને, ઉદેશિકા પ્રબોધિની, અચિની કુલસૂર્યા, સુગાંધિકા કુમારી, ઈનોશી પ્રિયદર્શની, શશિની ગિમ્હાની અને અમા કંચના. જ્યારે, કૌશિની નુથ્યાંગનાને રિઝર્વ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવી છે.
ટીમ પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે
મહિલા T20 વર્લ્ડકપ 2024માં શ્રીલંકાની ટીમ ઓસ્ટ્રેલિયા, ભારત, ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનની સાથે ગ્રુપ Aમાં છે. આ ટૂર્નામેન્ટમાં શ્રીલંકા 3 ઓક્ટોબરે પોતાના અભિયાનની શરૂઆત કરશે.