• વાનિંદુ હસરંગા ઈમોશનલ થયો
  • બહેનની વિદાઈ પર રોવા લાગ્યો બેટ્સમેન
  • વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

શ્રીલંકાના સ્ટાર સ્પિન ઓલરાઉન્ડર વાનિંદુ હસરંગાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે રડી રહ્યા છે. તાજેતરમાં પોતાના નૈતૃત્વમાં લંકા પ્રીમિયર લીગ જીતનારા વાનિંદુ હસરંગા પોતાની બહેનના લગ્ન પર ખુબ ઈમોશનલ જોવા મળ્યા છે અને તેમની આંખોથી આંસુ પણ નિકળતા જોવા મળી રહ્યાં છે. હસરંગાનો આ વીડિયો ખુબ ઈમોશનલ છે.

હસરંગા બહેનના લગ્નમાં ઈમોશનલ થયો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, હસરંગા પોતાની બહેનના લગ્નમાં ખુબ ઈમોશનલ થયો છે. આ વીડિયોમાં હસરંગાની આંખમાં આંસુ પણ જોવા મળી રહ્યા છે. આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.


હસરંગાએ લંકા પ્રીમિયર લીગનો ખિતાબ જીત્યો

2023માં રમવામાં આવેલી લંકા પ્રીમિયર લીગમાં વાનિંદુ હસરંગાના નૈતૃત્વવાળી બી-લવ કેન્ડીએ ખિતાબ જીત્યો છે. હસરંગા ઈજાના કારણે ફાઈનલ મેચ રમી શક્યો નહતો, પરંતુ સમગ્ર ટૂર્નામેન્ટમાં હસરંગા શાનદાર ફોર્મમાં હતો. હસરંગા ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન, સૌથી વધુ વિકેટ લેનારો બોલર, સૌથી વઘુ બેટિંગ સ્ટ્રાઈક રેટ, સૌથી વધુ સિક્સ, સૌથી સારી બોલિંગ એવરેજ અને બેસ્ટ બોલિંગ ફિગર વાળો ખેલાડી રહ્યો હતો.

અત્યાર સુધી આવું રહ્યું આંતરરાષ્ટ્રીય કરિયર

હસરંગા અત્યાર સુધી પોતાના કરિયરમાં 4 ટેસ્ટ, 48 વનડે અને 58 T-20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. ટેસ્ટમાં તેમણે 4, વનડેમાં 67 અને T-20 આંતરરાષ્ટ્રીયમાં 91 વિકેટ લીધી છે. આ ઉપરાંત બેટિંગમાં તેમણે ટેસ્ટમાં 196, વનડેમાં 832 અને T-20 આંતરરાષ્ટ્રીયમાં 533 રન બનાવ્યા છે. હસરંગાએ પોતાનું આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ જુલાઈ 2017માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ ટેસ્ટ મેચથી કર્યું હતું.

  • Follow us on: