• ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલરની સિદ્ધિ
  • ટેસ્ટ ક્રિકેટમાં લીધી 600 વિકેટ
  • એશિઝ સીરિઝમાં લીધી સૌથી વધુ વિકેટ

ઈંગ્લેન્ડ ટીમના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડ ટેસ્ટ ક્રિકેટમાં 600 વિકેટ લેનારા બીજા ખેલાડી બન્યા છે. એશિઝ સીરિઝની 2023ના ચોથા ટેસ્ટના પહેલા દિવસે ટ્રેવિસ હેડને આઉટ કરી સ્ટુઅર્ટે 600મી વિકેટ લીધી છે. આ પહેલા ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના ખેલાડી જેમ્સ એન્ડરસને ટેસ્ટ મેચમાં 600 વિકેટ લીધી હતી.

600 વિકેટ લેવા સુધીનો સફર સરળ નહતો
સ્ટુઅર્ટ બ્રોડના 16 વર્ષના આંતરરાષ્ટ્રીય કરિયર દરમિયાન તેમના જીવનમાં અનેત ઉતાર-ચડાવ જોવા મળ્યા હતા. સ્ટુઅર્ટ પોતાની પહેલી ટેસ્ટ મેચ ડિસેમ્બર 2007માં શ્રીલંકા વિરુદ્ધ રમ્યા હતા. આ અગાઉ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજસિંહના કારણે તેમને અલગ ઓળખ મળી હતી. વર્ષ 2007માં સાઉથ આફ્રિકામાં રમવામાં આવેલા T-20 વર્લ્ડકપમાં યુવરાજસિંહે સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં 6 સિક્સર ફટકાર્યા હતા. આવી સ્થિતિમાંથી ખૂદને બહાર લાવવાનું કામ બ્રોડ માટે સરળ નહતું. આમ છતાં તેમણે પોતાની બોલિંગ પર ધ્યાન આપીને ત્રણેય ફોર્મેટમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું હતું.

માત્ર ટેસ્ટ ક્રિકેટમાં ધ્યાન આપે છે સ્ટુઅર્ટ બ્રોડ
સ્ટુઅર્ટ બ્રોડ ઈંગ્લેન્ડ ટીમ માટે 166 ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે અને અને સૌથી વધુ ટેસ્ટ મેચ રમવામાં તે 5માં સ્થાન પર છે. 37 વર્ષીય બ્રોડે અત્યાર સુધી 27ની એવરેજથી 600 વિકેટ પોતાના નામે કરી છે. જેમાં બ્રોડે 5 વખત એક જ ઈનિંગમાં 20 વિકેટ પ્રાપ્ત કરી છે. સાથે જ બ્રોડ હવે એશિઝ સીરિઝમાં ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ 149 વિકેટ લેનારા ખેલાડી પણ બન્યા છે.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર

  1. મુથૈયા મુરલીધરન- 800 વિકેટ (શ્રીલંકા)
  2. શેન વોર્ન- 708 વિકેટ (ઓસ્ટ્રેલિયા)
  3. જેમ્સ એન્ડરસન- 688 વિકેટ (ઈંગ્લેન્ડ)
  4. અનિલ કુંબલે- 619 વિકેટ (ભારત)
  5. સ્ટુઅર્ટ બ્રોડ- 600 વિકેટ (ઈંગ્લેન્ડ)

  • Follow us on: