- પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન
- સુહાસ યથિરાજે બેડમિન્ટનમાં જીત્યો સિલ્વર મેડલ
- ફાઇનલમાં ફ્રાન્સના લુકાસ મઝુર સામે થઈ હાર
સુહાસ યથિરાજે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં સિલ્વર મેડલ જીત્યો છે. પુરૂષ સિંગલ્સ SL4 કેટેગરીની ફાઇનલમાં ફ્રાન્સના લુકાસ મઝુર સામે 21-9, 21-13થી હાર્યા બાદ તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. આ રમતોમાં ભારતનો આ એકંદરે 12મો અને બેડમિન્ટનમાં એકંદરે ચોથો મેડલ છે. સુહાસને આ કેટેગરીમાં પ્રથમ સીડ મળ્યો હતો, પરંતુ ગોલ્ડ મેડલ મેચમાં તેને નિરાશાજનક હારનો સામનો કરવો પડ્યો હતો.
સુહાસ પહેલી ગેમથી જ સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો અને એક સમયે તે પહેલી ગેમમાં 10-2થી પાછળ હતો અને અંતે તે 21-9થી હારી ગયો હતો. બીજી ગેમમાં પણ તેની હાલત આવી જ હતી. જો કે મેચની અંતિમ ક્ષણોમાં તેણે વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અંતે 21-13થી હારનો સામનો કરવો પડ્યો હતો.













