- હું દિગ્ગજોના નેતૃત્વમાં ક્રિકેટ રમ્યો
- GT એ શેર કર્યો ગિલનો વીડિયો
- MI માં હાર્દિકની થઇ એન્ટ્રી
IPLની હરાજી પહેલા ઘણી ટીમો તરફથી મોટા બદલાવો જોવા મળ્યા છે. ખેલાડીઓને છોડવા અને જાળવી રાખવાના અમૂક નિર્ણયો લઇ ટીમો સૌકોઇને આશ્ચર્યચકિત કર્યા છે. હાર્દિક પંડ્યાના મૂંબઇમાં ગયા બાદ ગુજરાત ટાઇટન્સે યુવા ખેલાડી શુભમન ગિલને જવાબદારી સોંપી છે, તે આગામી સિઝનમાં ટીમની કમાન સંભાળશે. હાર્દિક પંડ્યાના જવાથી ગુજરાતની ટીમમાં સુકાનીપદની જગ્યા ખાલી પડી હતી અને તે ગિલે ભરી દીધી છે. સુકાનીપદ મળ્યા બાદ શુભમન ગિલ પણ ઘણો ખુશ દેખાઈ રહ્યો છે. કેપ્ટનશીપ મળ્યા બાદ તેણે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. ગુજરાત ટાઇટન્સે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.
કેપ્ટનશિપ સાથે જોડાયેલી બાબતો
વીડિયોમાં ગિલે કહ્યું કે કેપ્ટનશિપ સાથે ઘણી બધી બાબતો જોડાયેલી છે, જેમાંથી પ્રતિબદ્ધતા, વફાદારી, અનુશાસન, સખત મહેનત મહત્વની છે. હું દિગ્ગજોના નેતૃત્વમાં ક્રિકેટ રમ્યો છે, તેમને કેપ્ટન જોઈને મને શીખવા મળ્યું છે, તે જ IPLમાં મારી કેપ્ટનશિપ માટે મદદરૂપ થશે. શુભમન ગિલે એમ પણ કહ્યું કે ટીમમાં ઘણા અનુભવી ખેલાડીઓ છે, અમને તેમની પાસેથી પણ શીખવા મળશે, તેણે કેન વિલિયમસન, રાશિદ ખાન, મોહમ્મદ શમી અને રિદ્ધિમાન સાહાનું નામ લીધું. તેમણે એમ પણ કહ્યું કે આ એક શુભ શરૂઆત છે અને તમારે આમાં અમને સાથ આપો.
દરેકનુ કેપ્ટન બનવાનુ સપનુ
તેણે કહ્યું કે દરેક ખેલાડી કેપ્ટન બનવા માંગે છે, દરેકનું આ સપનું હોય છે અને હું ખૂબ જ ખુશ છું કે મને કેપ્ટન બનવાની તક મળશે. તેણે એમ પણ કહ્યું કે જ્યાં સુધી અમે પહેલી મેચ નહીં રમીએ ત્યાં સુધી અમને કંઈ સમજાશે નહીં.
MIમાં જોડાયો હાર્દિક
ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા બે વર્ષ ગુજરાતનો કેપ્ટન હતો. પંડ્યાની કપ્તાનીમાં ટીમે એકવાર ટાઇટલ જીત્યું હતું. ગુજરાત બીજી વખત ફાઇનલમાં પહોંચ્યું હતું. આ વખતે મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા પંડ્યાનો ટ્રેડ કરવામાં આવ્યો. પંડ્યાને મુંબઈએ રૂ. 15 કરોડમાં ફરીથી પોતાની ટીમમાં શામેલ કર્યો છે.