• સાઉથ આફ્રિકા સામે ભારતની 106 રને જીત
  • ત્રણ મેચની T20 સિરીઝ 1-1થી બરાબર
  • સૂર્યાની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 4 સદી

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચની સિરીઝની ત્રીજી અને છેલ્લી T20 મેચમાં ભારતની 106 રને જીત થઈ છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 201 બનાવ્યા હતા. જવાબમાં ટાર્ગેટનો પીછો કરવા મેદનામાં ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ 13.5 ઓવરમાં 95 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આ સાથે ત્રણ મેચની T20 સિરીઝ 1-1થી બરાબર થઈ હતી. ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે સાઉથ આફ્રિકા સામેની ત્રીજી T20 મેચમાં શાનદાર સદી ફટકારી છે. સૂર્યકુમાર યાદવે માત્ર 55 બોલમાં સદી ફટકારી છે. T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૂર્યાના નામે આ ચોથી સદી છે. સાઉથ આફ્રિકાની ધરતી પર T20 ક્રિકેટમાં ભારતીય ખેલાડીની આ પ્રથમ સદી છે. ત્રીજી મેચમાં ભારતની જીતમાં સૂર્યાની સદીએ મહત્વની ભૂમિકા ભજવી હતી, જેના કારણે તે 'પ્લેયર ઓફ ધ મેચ' અને 'પ્લેયર ઓફ ધ સિરીઝ' પણ બન્યો હતો.

સૂર્યાની સદી

સૂર્યકુમાર યાદવે પોતાની 100 રનની ઇનિંગ્સમાં 8 શાનદાર સિક્સર અને 7 ફોર ફટકારી છે. સૂર્યકુમાર યાદવ હવે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 4 સદી ફટકારનાર ત્રીજો બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 4 સદી ફટકારવાની સિદ્ધિ રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલના નામે છે. હવે તેણે આ બે બેટ્સમેનોના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

સૌથી વધુ સિકસર ફટકારનાર બીજો બેટ્સમેન

આ ઉપરાંત, સૂર્યકુમાર યાદવ ભારત માટે T20 ફોર્મેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. સૂર્યકુમાર યાદવે વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. જો કે રોહિત શર્મા ટોપ પર યથાવત છે. ટીમ ઈન્ડિયા માટે રોહિત શર્માએ સૌથી વધુ સિક્સ ફટકારી છે. અત્યાર સુધી સૂર્યકુમાર યાદવે ઈન્ટરનેશનલ T20 મેચમાં 123 સિક્સર ફટકારી છે. તે જ સમયે, આ યાદીમાં ત્રીજા સ્થાને રહેલા વિરાટ કોહલીના નામે 117 સિકસ, છે. રોહિત શર્માએ 182 સિક્સ ફટકારી છે.

સૂર્યકુમાર યાદવની આંતરરાષ્ટ્રીય T20 કારકિર્દી

સૂર્યકુમાર યાદવની T20 કારકિર્દી પર નજર કરીએ તો આ ખેલાડીએ 60 આંતરરાષ્ટ્રીય T20 મેચમાં 2141 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં સૂર્યકુમાર યાદવની સરેરાશ 45.55 રહી છે. આ સિવાય સ્ટ્રાઈક રેટ 171.55 છે. આ સિવાય સૂર્યકુમાર યાદવે 4 સદી ફટકારવા સિવાય T20 ફોર્મેટમાં 17 વખત પચાસ રનનો આંકડો પાર કર્યો છે.

  • Follow us on: